મોદીએ 10 હજાર કરોડ નેપાળી કરન્સીની આપી ભેટ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળની રાજધાની કાઠમાંડૂ પહોંચ્યા ત્યારે ત્યાં નરેન્દ્ર મોદીને 19 તોપોની સલામી આપવામાં આવી હતી તો બીજી તરફ નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલા પોતે એરપોર્ટ પર નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા. જ્યાં વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું. આવું પહેલી વાર બન્યું છે જે જ્યારે નેપાળના કોઇ વડાપ્રધાને પ્રોટોકોલ તોડીને કોઇ વડાપ્રધાનનું સ્વાગત કર્યું છે. નરેન્દ્ર મોદીએ નેપાળી ભાષામાં નેપાળની સંસદને સંબોધિત કરી હતી.
નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય અંશો
-ભારત અને નેપાળના સંબંધ એટલા જ જૂના છે જેટલા હિમાલય અને ગંગાના જૂના છે.
નેપાળ આવતાં મને ખૂબ જ થઇ.
- 125 કરોડ ભારતીય લોકોની શુભકામનાઓ લઇને આવ્યો છું. ભારતની દરેક જંગમાં નેપાળી સૈનિકોનું લોહી વહ્યું છે.
-કાશીના પ્રતિનિધિ બનતાં નેપાળની સાથે મારો સંબંધ વધુ મજબૂત બનશે. ભારત અને નેપાળનો અતૂટ નાતો છે. નેપાળ આવતાં મને ખુશી થઇ.
- કાશી વિશ્વનાથથી શરૂ કરીને પશુપતિનાથના ચરણોમાં આવ્યો.
- યુદ્ધથી બુદ્ધની તરફ પ્રસ્થાન કરનારાઓનું હું સ્વાગત કરું છું. અમારું સપનું ગૌરવાંવિત નેપાળને જોવાની છે.
- નેપાળ એક સાંસ્કૃતિક ધરા છે. સંવિધાન એવું હોવું જોઇએ જે સર્વજન હિતાય અને સર્વજન સુખાય હોય. સંવિધાન જોડે છે તોડતું નથી. સંવિધાન સંવાદની તરફ લઇ જવાનું કામ કરું છું.
- સંવિધાન વર્તમાનના ભારથી દબાયેલું ન હોવું જોઇએ. સંવિધાનનું નિર્માણ આવનાર પેઢીઓ માટે હોય છે.- નેપાળ ઇચ્છે તો તે ભારતનું અંધારું દૂર કરી શકે છે. કહેવામાં આવે છે કે પાણી અને જવાની પહાડના કામ આવતી નથી પરંતુ આ કહેવતને બદલવી છે. તેને વિકાસ દ્વારા બદલી શકાય. અમે નેપાળથી મફત વિજળી ઇચ્છતા નથી, તેને ખરીદવા માંગીએ છી.
- નેપાળમાં દરમિયાનગિરી કરવી ભારતનો હેતું નથી.
મહાકાળી નદી પર પુલ જલદી બનવો જોઇએ. સાર્ક દેશ મળીને ગરીબી સામે લડી શકે છે. નેપાળ માટે ટ્રાંસમિશન લાઇન બમણી થશે.
- હું ફરી નેપાળમાં સાર્ક સંમેલન માટે આવીશ.
- નેપાળને HIT (હાઇવેજ, આઇવેજ અને ટ્રાંસમિશન)ની જરૂરિયાત છે.
- ભારત અને નેપાળના સંબંધ એટલા જ જૂના છે કે હિમાલય અને ગંગા જેટલા જૂના છે.
- કાશી વિશ્વનાથથી શરૂ કરીને પશુપતિનાથના ચરણોમાં આવ્યો છું.












Click it and Unblock the Notifications
