સલામ બેંગ્લોર: ધડકતા હ્રદય માટે ખાલી કર્યો રસ્તો

Posted By:
Subscribe to Oneindia News

બેંગ્લોરના બન્નારગટ્ટા રોડની એપોલો હોસ્પિટલમાં એક દર્દીની નળી બ્લોક થઇ જતા ડૉક્ટર્સ પાસે માત્ર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સારવારનો રસ્તો જ બચ્યો હતો. ત્યારે જ મૈસુરની હોસ્પિટલમાં એક મહિલાનું બ્રેઇન ડેડ થઇ ગયુ હતુ હતુ અને કેટલાક કલાકોની અંદર જ તેનુ મોત નિશ્ચિત હતુ. ત્યારે ડૉક્ટર્સે આ મહિલાના પરિજનોની રજા લીધી અને મહિલાનું હ્રદય બેંગ્લોર તરફ લઇ જવાની કાર્યવાહી હાથ ધરી.

પણ સમસ્યા એ હતી કે એક શરીરમાંથી કાઢેલુ હ્રદય ત્રણ કલાક જેટલો સમય જીવિત રહી શકે તે શક્ય ન હતુ. ત્યારે તેવામાં મર્યાદિત સમય સીમાની અંદર તે હ્રદયને ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવુ એક એક મોટો પડકાર હતો. ત્યારે બેંગ્લોર પોલીસને સલામ કે જેણે આ કઠીન કાર્ય પણ કરી બતાવ્યું. જી હા, ફેસબુક પર એક અપીલ સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો જેમાં અનુરોધ કરવામાં આવ્યો કે મૈસુર રોડના કિંગેરીથી સૌથી વ્યસ્ત રહેતા રોડ બન્નરગટ્ટા રોડને ખાલી કરી દેવામાં આવે.

Heart

પછી તો શું કહેવુ બપોરે 2.40 કલાકે ધડકતા હ્રદયને લઇને ડૉક્ટર્સની ટીમ એબ્યુલન્સમાં બેસી ગઇ. આ હ્રદયને સાંજે 4.30 વાગ્યા પહેલા કોઇ પણ હાલતમાં બેંગ્લોરની હોસ્પિટલમાં પહોંચાડવાનું હતુ. હાઇવે હોવાના કારણે કિંગેરી સુધી પહેલેથી જ રસ્તો સાફ મળ્યો. પરંતુ કિંગેરીથી હોસ્પિટલ સુધી પહોંચવામાં બેંગ્લોર પોલીસે એબ્યુલન્સને ઘણી મદદ કરી. આખો રસ્તો ખાલી કરી દેવામાં આવ્યો. અને બરોબર 4.28 મિનીટે એબ્યુલન્સ હોસ્પિટલ પહોંચી ગઇ.

મહત્વપૂર્ણ છેકે આ પહેલા પણ બેંગ્લોર પોલીસ હાર્ટ, લીવર, કિડની વગેરે સમય મર્યાદાની અંદર હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ કરી ચૂકી છે.

English summary
Bengaluru Police appeals on Facebook to make way for 'Live Organs' transportation from Mysore to Bangalore.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.