For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયાનો રોલ મંજૂર નહીં, અડવાણી બનશે ‘મીરા કુમાર’!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 મેઃ લોકસભા ચૂંટણી બાદ આવેલા એક્ઝિટ પોલના આંકડાઓ પર વિશ્વાસ કરીને ભાજપ સરકાર બનાવવાની રણનીતિમાં જોર-શોરથી લાગી ગઇ છે. વિભાગોની વહેચણી નક્કી થવા લાગી છે. આ વચ્ચે હંમેશાની જેમ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ભૂમિકાને લઇને ટેન્શન સર્જાયું છે. તેમની વરિષ્ઠતાને જોઇને પાર્ટી તેમને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીવાળી ભૂમિકામાં જોવા માંગે છે, પરંતુ અડવાણીને તે મંજૂર નથી.

lk-advaninew
પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમના કદને જોતા લોકસભા અધ્યક્ષ બનાવવાની રજૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુષ્મા સ્વરાજ અને મુરલી મનોહર જોશી ભાવિ સરકારમાં રહેશે, પરંતુ રાયસીના હિલના સીમિત મંત્રાલયમાં તેમને સામેલ કરવાને લઇને હજુ કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.

દિલ્હીની નવી સરકારને ચહેરો આપવા માટે નરેન્દ્ર મોદી દ્વાર ગાંધીનગરમાં બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને અરૂણ જેટલી આવ્યા હતા. 4 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અડવાણી અને જોશીને નવી ભૂમિકા આપવા અંગે ચર્ચા થઇ. રાજનાથ સિંહે કહ્યું કે ચૂંટણી પ્રચાર બાદ તમામ નેતાઓ એક સાથે બેસી શક્યા નથી, તેથી આ તક કાઢવામાં આવી હતી. રાજનાથે દાવો કર્યો કે મોદી જ દેશના આગામી વડાપ્રધાન હશે.

સંઘ નેતૃત્વે નરેન્દ્ર મોદીને સરકાર બનાવવા માટે ખુલી છૂટ આપી છે. સંઘે એ સ્પષ્ટ કર્યું છેકે સરકારમાં બે શક્તિ કેન્દ્ર નહીં હોય. અડવાણી અત્યારે એનડીએના કાર્યકારી અધ્યક્ષ અને ભાજપના સંસંદીય દળના અધ્યક્ષ છે. સમાચાર છેકે મોદીની સરકાર બની તો તેમની પાસે બન્ને ભૂમિકા નહીં હોય. તેવામાં તેમને લોકસભા અધ્યક્ષ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે, જે માત્ર સંવૈધાનિક પદ જ નથી, પરંતુ સંસદના પ્રોટોકોલમાં વડાપ્રધાનની ઉપર છે. બાદમાં તેમને રાષ્ટ્રપતિ બનાવવાનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે.

English summary
LK Advani has kept a stoic silence, there were rumours that he could be offered the post of Lok Sabha Speaker or head of a setup akin to the UPA’s National Advisory Council. The term of the NAC expires in June.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X