NDAને બચાવવા માટે એક્ટિવ મોડમાં આવ્યા અડવાણી

સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિશ કુમાર અને શરદ યાદવ આ બંને નેતાઓની સાથે વાતચીત કરી અડવાણીએ એ વાત પર ભાર મૂક્યો છે કે લોકસભા ચૂંટણી માટે જેડીયૂ એનડીએમાં એકજૂટ બની રહે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બીજેપી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવાથી જેડીયૂ પણ નારાજ છે. બંનેની વચ્ચે ખટાસ એટલી વધી ગઇ છે કે જેડીયૂએ એનડીએમાંથી અલગ થવાનું મન બનાવી લીધું છે. છેલ્લા કેટલાંક દિવસોમાં જેડીયૂ તરફથી આ અંગેની જાહેરાત કરવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.
જ્યારે બીજી બાજું બિહારમાં સરકાર ચલાવવા માટે જેડીયૂ નેતા નિર્દળીય વિધાયકોના સંપર્કમાં લાગી ગઇ છે. ત્યારથી બંને દળોના નેતાઓની વચ્ચે આજે સવારથી જ આ અંગેની ટિકા-ટિપ્પણીઓ કરવાનું ચાલું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જેડીયૂનો એનડીએમાંથી છેડો ફાડી લેવાના સમાચાર ગોવામાં મળેલી કાર્યકારિણી બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ચૂંટણી સમિતિના અધ્યક્ષ જાહેર કરાયા બાદથી જ આવી રહ્યા છે. જેડીયૂ આ અંગે શું નિર્ણય કરશે તે અંગે સમય જ નક્કી કરશે.












Click it and Unblock the Notifications
