For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન 3 આજથી શરૂ: જાણો આજથી શું ખુલશે અને શું રહેશે બંધ

4 મેથી દેશમાં કઈ સેવાઓને છૂટ મળશે અને કઈ સેવાઓ પર પ્રતિબંધ રહેશે, આવો એક નજર નાખીએ.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશમાં 24 માર્ચે લૉકડાઉનનુ એલાન કરવામાં આવ્યુ હતુ જેને હવે સતત ત્રીજી વાર આગળ વધારવામાં આવ્યુ છે. એવામાં 17 મે સુધી આખા દેશમાં લૉકડાઉન રહેશે. પરંતુ જે રીતે લૉકડાઉનનના કારણે દેશને આર્થિક નુકશાન થઈ રહ્યુ છે, તેને જોતા કેન્દ્ર સરકાર તરફથી લૉકડાઉનમાં પણ કોરોના સંક્રમણને રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનના આધાર છૂટ આપવાનુ એલાન કરવામાં આવ્યુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશભરમાં 130 જિલ્લાઓને રેડ ઝોન, 284ને ઓરેન્જ ઝોન અને 319ને ગ્રીન ઝોન ઘોષિત કર્યા છે. એવામાં કાલે એટલે કે 4 મેથી દેશમાં કઈ સેવાઓને છૂટ મળશે અને કઈ સેવાઓ પર પ્રતિબંધ રહેશે, આવો એક નજર નાખીએ.

બધા ઝોનમાં આના પર પ્રતિબંધ રહેશે

બધા ઝોનમાં આના પર પ્રતિબંધ રહેશે

ટ્રેન, વિમાન, મેટ્રો, રાજ્યસ્તરીય બસ, એક રાજ્યથી બીજા રાજ્ય જવાની મંજરી નહિ હોય, સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રેનિંગ સેન્ટર, કોચિંગ, હૉસ્પિટાલિટી સેવા, હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા હૉલ, મૉલ, જિમ, સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ, રાજનીતિક, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ભેગા થવા પર પ્રતિબંધ, ધાર્મિક સ્થળ, અમુક મહત્વના લોકોને રેલ, વિમાન, માર્ગ યાત્રા કરવાની અનુમતિ ગૃહ મંત્રાલયે આપી છે.

રેડ ઝોનમાં પ્રતિબંધ અને અનુમતિ

રેડ ઝોનમાં પ્રતિબંધ અને અનુમતિ

રેડ ઝોનમાં પ્રતિબંધ

રિક્શા, ઑટો રિક્શા, ટેક્સી, કેબ, આંતરરાજ્ય બસો, હજામની દુકાન, સ્પા, સલુન

રેડ ઝોમાં અનુમતિ

બધા ઔદ્યોગિત અને નિર્માણ ગતિવિધિો,કૃષિ આપૂર્તિ શ્રેણીમાં બધી કૃષિ ગતિવિધિઓને છૂટ આપવામાં આવી છે. વળી, આંતર્દેશીય અને સમુદ્રી મત્સ્ય પાલન સહિત પશુપાલન ગતિવિધિઓને સંપૂર્ણપણે અનુમતિ છે. બધી આરોગ્ય સેવાઓ(આયુષ સહિત)ના ચિકિત્સાકર્મીઓ અને દર્દીઓને એર એમ્બ્યુલન્સના માધ્યમથી પરિવહનની અનુમતિ છે. રેડ ઝોનમાં આવનાર બેંક, બિન બેંકિંગ નાણાકીય કંપનીઓ, વીમા, સહકારી સમિતિઓ, આંગણવાડી કેન્દ્ર, વિજળી, પાણી, આરોગ્ય, વેસ્ટ મેનેજમેન્ટ, દૂરસંચાર અને ઈન્ટરનેટ ખુલ્લા રહેશે. કુરિયર અને પોસ્ટની સેવાઓના સંચાલનને છૂટ આપવામાં આવી છે.

ઓરેન્જ ઝોનમાં પ્રતિબંધ અને છૂટ

ઓરેન્જ ઝોનમાં પ્રતિબંધ અને છૂટ

ઓરન્જ ઝોનમાં મળી આ છૂટ

જિલ્લાઓમાં 4 મે ટેક્સી અને કેબ એગ્રીગ્રેટર્સને એક ગાડીમાં માત્ર 1 ડ્રાઈર અને 2 પ્રવાસીની અનુમિત આપવામાં આવી છે. આ ઉપરાંત ઓરન્જ ઝોનમાં વ્યક્તિઓ અને વાહનોના અંતર જિલ્લા અવરજવરને માત્ર અમુક ગતિવિધિઓ માટે અનુમતિ આપવામાં આવશે. ફોર વ્હીલર વાહનોમાં ડ્રાઈવર ઉપરાંત મહત્તમ 2 યાત્રીઓને સફર કરવાની અનુમતિ આપવામાં આવી છે. વળી, ઓરન્જ અને ગ્રીન ઝોનમાં બધા સામાનના ઑનલાઈન ડિલીવરીની પણ છૂટ આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે પોતાની એડવાઈઝરીમાં કહ્યુ છે કે 17 મે સુધી ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો ઘરોમાં જ રહે.

ઓરેન્જ ઝોનમાં આના પર ચાલુ રહેશે પ્રતિબંધ

ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં શામેલ જિલ્લાઓને લૉકડાઉમાં અમુક ઢીલ આપવામાં આવી છે. પરંતુ અમુક ગતિવિધિઓ આખા ભારતમાં બધા ઝોનમાં બંધ રહેશે જેમાં હવાઈ માર્ગ, રેલ, મેટ્રો અને સડક માર્ગ દ્વારા આંતરરાઝ્ય અવરજવર સહિત સ્કૂલો, કોલેજો અને અન્ય શૈક્ષણિક અને પ્રશિક્ષણ કે કોચિંગ સંસ્થાઓનુ સંચાલન શામેલ છે.

ગ્રીન ઝોનમાં છૂટ અને પ્રતિબંધ

ગ્રીન ઝોનમાં છૂટ અને પ્રતિબંધ

ગ્રીન ઝોનમાં મળી આ છૂટ

ગ્રીન ઝોનમાં 50 ટકા બસો ચાલશે. જો કે બસોમાં માત્ર 50 યાત્રીઓ હશે. ગ્રીન ઝોનમાં ફેક્ટરીઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

નહિ મળે આ સુવિધાઓ

સલુનની દુકાનો નહિ ખુલે. મૉલ નહિ ખુલે. સ્કૂલ, કોલેજ નહિ ખુલે. સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી અવરજવરની મંજૂરી નહિ મળે.
તમને જણાવી દઈએ કે ગ્રીન ઝોન સરકાર તરફથી એવા વિસ્તારને બનાવવામાં આવ્યા છે જેમાં છેલ્લા 21 દિવસોમાં એક પણ કોરોનાના કેસ આવ્યા નથી. લૉકડાઉનમાં જરૂરી અને બિન જરૂરીના કોઈ પણ ભેદભાવ વિના શહેરી પરિસરોમાં બધા સ્ટેન્ડ અને દુકાનો, પડોશની દુકાનો અને આવાસીય પરિસરોની દુકાનો ખુલશે. ખાનગી ઓફિસ 33 ટકા કર્મચારી સાથે કામ કરી શકે છે. બધા સરકારી કાર્યાલય ઉપ સચિવના સ્તરના વરિષ્ઠ અધિકારીઓ સાથે અને પૂરી શક્તિથી કાર્ય કરશે. જ્યારે બાકી કર્મચારી જરૂરિય અનુસાર 33 ટકા ઓફિસ આવશે. વળી બધા ઝોનમાં 65 વર્ષથી વધુ અને 10 વર્ષ કે 10 વર્ષથી નાની ઉંમરના લોકોને ઘરમાં જ રહેવુ પડશે. વળી લોકોને બિન જરૂરી કામો માટે સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી છૂટ મળશે.

આ પણ વાંચોઃ લૉકડાઉન 3માં આ લોકો કરી શકશે બસ કે ટ્રેનમાં સફર, જાણો ગાઈડલાઈનઆ પણ વાંચોઃ લૉકડાઉન 3માં આ લોકો કરી શકશે બસ કે ટ્રેનમાં સફર, જાણો ગાઈડલાઈન

lockdown
English summary
Lockdown 3: Know what is allowed and what is not from 4 May.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X