For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવી ગાઈડલાઈન સાથે આજથી દેશમાં લૉકડાઉન 4 લાગુ, રાજ્યોને મળ્યા છે વધુ અધિકાર

નવી ગાઈડલાઈન સાથે આજથી આખા દેશમાં 31 મે સુધી માટે લૉકડાઉન લાગુ થઈ ગયુ છે, આ વખતે લૉકડાઉન છેલ્લા બધા લૉકડાઉનથી ઘણુ અલગ છે. વાંચો વિગત..

|
Google Oneindia Gujarati News

નવી ગાઈડલાઈન સાથે આજથી આખા દેશમાં 31 મે સુધી માટે લૉકડાઉન લાગુ થઈ ગયુ છે, આ વખતે લૉકડાઉન છેલ્લા બધા લૉકડાઉનથી ઘણુ અલગ છે. આ વખતે કેન્દ્ર સરકારે રાજ્યોને વધુ અધિકાર આપ્યા છે અને આ વખતે વિસ્તારોને ત્રણ ઝોન નહિ પરંતુ 5 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. હવે શહેરોને રેડ, ઓરેન્જ, ગ્રીન, કન્ટેનમેન્ટ અને બફર ઝોનમાં વહેંચવામાં આવ્યા છે જેમનુ નિર્ધારણ જિલ્લા પ્રશાસન કરશે જ્યારે કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર અનિવાર્ય સેવાઓ મળશે. કન્ટેનમેન્ટ ઝોનમાં આવવા જવા પર સખત પ્રતિબંધ છે અને આ ઝોનમાં લોકોની કૉન્ટેક્ટ ટ્રેસિંગ થશે જ્યારે બફર ઝોનમાં શું થશે એ વિશે હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

રાજ્યોને મળ્યા છે વધુ અધિકાર

રાજ્યોને મળ્યા છે વધુ અધિકાર

લૉકડાઉન 4માં રાજ્યોને વધુ અધિકાર આપવામાં આવ્યા છે. હવે રાજ્ય સરકારોની અનુમતિથી આંતરરાજ્ય યાત્રી વાહનો અને બસો ચલાવવાની છૂટ આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યની અંદર બસો તેમજ અન્ય યાત્રી વાહનો ચલાવવા પર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો જ નિર્ણય લેશે.

ઝોનોના નિર્ધારણની જવાબદારી પણ રાજ્ય સરકારો પર

ઝોનોના નિર્ધારણની જવાબદારી પણ રાજ્ય સરકારો પર

એટલુ જ નહિ કેન્દ્ર સરકારે આ વખતે ઝોનોના નિર્ધારણની જવાબદારી પણ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો પર છોડી દીધી છે. સરકાર તરફથી જારી ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના માનકોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો આ ઝોનોનુ નિર્ધારણ કરશે.

આ વસ્તુઓ પર છે પ્રતિબંધ

આ વસ્તુઓ પર છે પ્રતિબંધ

હાલમાં રેલવે, મેટ્રો, ઘરેલુ અને વિદેશી ઉડાનો પર રોક ચાલુ છે. સ્કૂલ-કોલેજ, હોટલ-રેસ્ટોરાં લોકો માટે બંધ રહેશે પરંતુ રેસ્ટોરન્ટથી હોમ ડિલીવરીની મંજૂરી આપવામાં આવી છે. મિઠાઈની દુકાનો પણ ખુલશે પરંતુ ત્યાં જમવાની મંજૂરી નહિ હોય અને કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવી નથી.

સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ

સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ

કેન્દ્ર તરફથી જારી ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યુ છે કે ભલે કોઈ પણ ઝોન હોય... સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધ સામાન્ય લોકો વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની અવરજવર નહિ કરી શકે. જો કે જરૂરી સેવાઓ અને તેની સાથે જોડાયેલા લોકો પર આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો નથી.

Lockdown 4.0 Guidelines: 31 મે સુધી લૉકડાઉન યથાવત, ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરીLockdown 4.0 Guidelines: 31 મે સુધી લૉકડાઉન યથાવત, ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરી

English summary
Lockdown 4 starts today with new guidelines, Know everything about it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X