For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે પીએમ મોદીનુ રાષ્ટ્રને નામ સંબોધન, લોકોને છે આ આશા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગે ફરીથી દેશને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગે ફરીથી દેશને સંબોધિત કરશે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લગાવવામાં આવેલ લૉકડાઉન આજે સમાપ્ત થઈ રહ્યુ છે. બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીએ બેઠક કરી હતી જે દરમિયાન ઘણા રાજ્યોના સીએમે લૉકડાઉન લંબાવવાની માંગ કરી હતી. વળી, પીએમ મોદીએ પણ સંકેત આપ્યા હતા કે લૉકડાઉન લંબાવવા સાથે અમુક સેક્ટરમાં છૂટ પણ આપવામાં આવી શકે છે. એવામાં આજે પીએમ મોદીના સંબોધન પર આખા દેશની નજર ટકેલી છે કે તે શું ઘોષણા કરશે.

pm
  • પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદી લૉકડાઉનને વધુ 15 દિવસ માટે લંબાવવાનુ એલાન કરી શકે છએ. 21 દિવસનુ લૉકડાઉન આજે સમાપ્ત થઈ રહ્યુ છે. વળી, ઘણા રાજ્યોએ 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવવાનુ એલાન પણ કરી દીધુ છે જેમાં પંજાબ, ઓરિસ્સા, તેલંગાના અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો શામેલ છે.
  • 21 દિવસના લૉકડાઉનની ઘોષણા બાદ કૃષિ ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોમાં એક રહ્યુ છે. જરૂરી સે્વાઓને છોડીને બધી આર્થિક ગતિવિધિઓ અટકી ગઈ છે, પાકની કાપણી, ઉત્પાદનનુ પરિવહન અને પ્રસંસ્કરણમાં છૂટના પ્રસ્તાવ કરવામાં આવ્યા છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે પીએમ મોદી કૃષિ સાથે સાથે કારખાના અને માલના ટ્રાન્સપોર્ટને છૂટ આપવાનુ એલાન કરી શકે છે.
  • ફેક્ટરી અને નિર્માણ કાર્ય બંધ હોવાના કારણે મજૂરો સામે સંકટ ઉભુ થઈ ગયુ છે. એવામાં અમુક નિર્દેશો સાથે વિવિધ એકમોને છૂટ આપવાની ભલામણ કરવામાં આવી છે. આમાં એમએસએમઈ અને મોટી કંપનીઓ શામેલ છે જેમની પાસે નિકાસના ઑર્ડર છે.
  • આ ઉપરાંત ભારે વિદ્યુત ઉપકરણ, કમ્પ્રેસર, કન્ડેસર યુનિટ, દૂરસંચાર ઉપકરણ નિર્માતા કંપનીઓ, આરોગ્ય અને ફાર્મા સાથે જોડાયેલી કંપનીઓ, મેન્યુફેક્ચરીંગ, ખાદ્ય અને બીજ, રક્ષા ઉત્પાદ, સિમેન્ટ પ્લાન્ટ, ખાદ્ય તેમજ પેય પદાર્થ અને ઑટો પાર્ટ્સ વગેરે માટે છૂુટની ભલામણ કરવામાં આવી છે.
  • આ એકમોમાં કામ શરૂ હોવાની સ્થિતિમાં સામાજિક અંતરનુ સખતાઈથી પાલન કરવાનુ રહેશે. મોટો ઉદ્યોગ તેમજ એમએસએમઈ પ્રોટોકૉલ સાથે શરતોને આધીન કામ શરૂ કરી શકાશે.
  • ઑટો, ટેક્સટાઈલ અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરીંગ યુનિટમાં એક શિફ્ટમાં કામ થઈ શકે છે જ્યારે આ દરમિયાન કર્મચારીઓની સંખ્યા 25 ટકા સુધી સીમિત રહી શકે છે.

આ પણ વાંચોઃ કોરોનાથી પરસ્ત થયું અમેરિકા, 24 કલાકમાં 1509ના મોત, માત્ર ન્યૂયોર્કમાં મૃતકોની સંખ્યા 10 હજારને પારઆ પણ વાંચોઃ કોરોનાથી પરસ્ત થયું અમેરિકા, 24 કલાકમાં 1509ના મોત, માત્ર ન્યૂયોર્કમાં મૃતકોની સંખ્યા 10 હજારને પાર

English summary
Lockdown: Whats ahead of PM modi address to the nation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X