For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તીડના હુમલાથી ખેડૂતો મુશ્કેલીમાં, ઓરિસ્સામાં જારી કરવામાં આવી એલર્ટ

કોરોના સંકટ વચ્ચે વધુ એક સંકટ આવી ગયુ છે જેનાથી ખેડૂત પરેશાન છે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંકટ વચ્ચે વધુ એક સંકટ આવી ગયુ છે જેનાથી ખેડૂત પરેશાન છે. પાકિસ્તાનના રસ્તે ભારત પહોંચેલ તીડના કારણે ખેડૂતોને પાક ખરાબ થવાનો ડર સતાવી રહ્યો છે. ઓરિસ્સા યુનિવર્સિટી ઑફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલૉજી હેઠળ વિસ્તાર શિક્ષણ નિર્દેશાલયે મંગળવારે ખેડૂતો માટે એક એડવાઈઝરી જારી કરી જેમાં પાક અને વનસ્પતિઓ પર કહેર વરસાવનાર તીડના હુમલાને જોતા સાવચેતીના પગલા લેવા માટે કહેવામાં આવ્યુ છે.

locust

ઓરિસ્સા યુનિવર્સિટી ઑફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલૉજીએ એક નિર્દશમાં અમુક પગલાં સૂચિબદ્ઘ કર્યા છે જેનાથી રાજ્યના ખેડૂતોને તીડથી નિપટવા માટે સર્વોત્તમ રીતોનુ પાલન કરવા માટે કહેવામાં આવ્યુ છે. રાજ્યના સીમા પાસે રહેતા ખેડૂતોને સતર્ક રહેવા અને આ અંગે સાવચેતી તરીકે સૂર્યાસ્ત બાદ 5% નીમ બેઝ કર્નલ અર્ક(NSKE) 200 લીટર પ્રતિ એકર પાકો અને વનસ્પતિઓના છંટકાવ જેવા તત્કાલ પગલા લેવા માટે કહેવામાં આવ્યુ છે.

ખેડૂતોને કહેવામાં આવ્યુ છે કે ખેતરોમાં તીડનો હુમલો થવા પર ફટાકડા, ઢોલ, નગારા, થાળી વગેરે વગાડીને તેમને બેસવાથી રોકી શકાય છે. તમને જણાવી દઈએ કે એવુ કહેવાય છે કે તીડનુ સમૂહ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી ઉડતુ રહે છે. ત્યારબાદ તીડ સૂઈ જાય છે ત્યારબાદ તેમને મારી શકાય છે. ઉલ્લેખનીય છે કે તીડને દુનિયામાં સૌથી વિનાશકારી પ્રવાસી કીટક માનવામાં આવે છે અને એક વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ એક ઝૂંડમાં 8થી 15 કરોડ સુધી તીડ હોઈ શકે છે. તીડનો સરરેરાશ આકાર 2થી અઢી ઈંચ સુધી હોય છે. એટલુ જ નહિ જો દોઢ લાખ તીડનુ વજન કરવામાં આવે તો તે લગભગ એક ટન સુધી થઈ શકે છે.

Big Alert: આગલા 2 કલાકમાં આ 9 જિલ્લાઓમાં આંધી અને વરસાદનુ એલર્ટBig Alert: આગલા 2 કલાકમાં આ 9 જિલ્લાઓમાં આંધી અને વરસાદનુ એલર્ટ

English summary
Locust Warning In Odisha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X