લોકસભાની કાર્યવાહી આજે દિવસભર માટે સ્થગિત
નવી દિલ્હી, 19 ઓગસ્ટ : લોકસભાના વર્તમાન સભ્ય દિલીપ સિંહ જૂદેવનું નિધન થવાથી તથા આઇએનએસ સિંધુરક્ષકના નૌસૈનિકોના મોત પર શોક પ્રદર્શિત કરી અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કર્યા બાદ ગૃહની કાર્યવાહી સોમવારે દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી છે. લોકસભાની કાર્યવાહી સોમવારે સવારે શરૂ થવા પર અધ્યક્ષ મીરાકુમારે સદનને વર્તમાન સભ્ય દિલીપ સિંહ જૂદેવના નિધનની માહિતી પણ આપી હતી.
અધ્યક્ષે જણાવ્યું કે જૂદેવ છત્તીસગઢના વિલાસપુર બેઠક પરથી લોકસભા માટે પસંદ થયા હતા. તેઓ 9મી લોકસભાના સભ્ય હતા. જૂદેવ ત્રણવાર રાજ્યસભાના પણ સભ્ય રહી ચૂક્યા હતા. વર્ષ 2003માં કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્યમંત્રીની જવાબદારી સંભાળી હતી અને તેઓ અનેક સંસદીય સમિતીના સભ્ય પણ રહ્યા હતા.

જૂદેવનું નિધન 14 ઓગસ્ટના રોજ ગુડગાંવમાં થયો હતો. અધ્યક્ષે સંસદને અત્યાધુનિક સબમરીન આઇએનએસ સિંધુરક્ષકની 13/14 ઓગસ્ટની રાત્રે ઘટેલી દુર્ઘટના બાદ ધીરે ધીરે ડૂબવા લાગી હતી. આ સબમરીનમાં હાજર 18 ભારતીય નૌસેનાના જવાનોમાંથી કેટલાકના મોતની પુષ્ટિ કરી હતી.
સંસદે જૂદેવ અને નૌસેનાને પ્રત્યે શોક પ્રકટ કર્યો અને કેટલાક ક્ષણોનું મૌન પાળીને તેમની શ્રદ્ધાજલિ આપી હતી. ત્યાર બાદ અધ્યક્ષ મીરા કુમારે સંસદની કાર્યવાહી કાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.












Click it and Unblock the Notifications
