લોકસભા ચૂંટણી 2014 : બળ અને કળ વચ્ચેની લડત
વર્ષ 2014ને અતિ મહત્વપૂર્ણ રીતે જોવામાં આવી રહ્યું છે. ભારતમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. આગામી પાંચ વર્ષમાં સત્તાનું સૂકાન પોતાના હાથમાં લેવા માટે જન સમર્થન મેળવવામાં લાગેલા છે. આ માટે પાર્ટીઓ નાણાના જોરે કે બાહુબલીઓના જોરે મત મેળવવા માટે કામ કરી રહ્યા છે. આ બાબતને અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો વાસ્તવમાં લોકસભા ચૂંટણી 2014નું ચૂંટણી યુદ્ધ જુદી જુદી પાર્ટીઓના ઉમેદવારો વચ્ચે નહીં પણ બળ અને કળ વચ્ચે છે.

બળથી જનસમર્થન
જ્યારે બળની વાત કરીએ ત્યારે તેમાં સત્તા, નાણા, બાહુબળના જોરે જનસમર્થન પ્રાપ્ત કરવાની રીત છે. મોટા ભાગની પાર્ટીઓ આ તમામ બળ ધરાવે છે. જો કે આ વખતની ચૂંટણીમાં બળ કરતા પણ કળ વધારે મહત્વનું બની ગયું છે.

કળથી જનસમર્થન
કળથી કામ લેવાનો અર્થ છે કે ગણતરી પૂર્વકનું આયોજન. તેમાં ઉમેદવારોની પસંદગી, બૂથ મેનેજમેન્ટ, જનસંપર્ક, સમાજલક્ષી મુદ્દાઓ, વિકાસના મુદ્દાઓની રજૂઆત કરીને મહત્તમ લોકોનું જનસમર્થન મેળવવાની વાત છે.

કળથી કામ લેવામાં મોદી છે માસ્ટર
જ્યારે પણ કળથી કામ લેવાની વાત આવે તો એમ કહી શકાય કે વર્તમાન નેતાઓમાં નરેન્દ્ર મોદી એવા નેતા છે જે સૌથી વધુ કળથી કામ લઇ રહ્યા છે.

ચાણક્ય નીતિનો અમલ
રાજકારણમાં સાપ મરે ને લાઠી ના તૂટે એવો ખેલ પાડવા માટે કળની જરૂર હોય છે. ભાજપ અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓના મોટા ભાગના નેતાઓ આ બાબતને અમલમાં મૂકી શકતા નથી. જેમાં આરજેડીના લાલુ પ્રસાદ યાદવ હોય, સપાના મુલાયમ સિંહ કે અખિલેશ યાદવ હોય કે કોંગ્રેસના પવન બંસલ જેવા નેતાઓ. સત્તાના મદમાં મદહોશ થઇને ભૂલ કરી બેસે છે.

હાર અને જીત નિશ્ચત
આ ચૂંટણીઓમાં જનવલણ સ્પષ્ટ દર્શાવી રહ્યું છે કે કોંગ્રેસ કિનારે થઇ જશે અને ભાજપ અને સાથી પક્ષો સૌના પર ભારે પડીને સડસડાય સત્તાની ખુરશી સુધી પહોંચી જશે.

2004 અને 2009 બળ અને કળના સાક્ષી
આ પહેલાની બે લોકસભા ચૂંટણીનો માહોલ યાદ કરીએ તો દેખાય છે કે કોંગ્રેસ કળથી કામ લેવામાં સફળ રહી હતી. જ્યારે ભાજપ તેમાં થાપ ખાઇ ગઇ હતી. 2004માં ભાજપને મોંઘવારીના મુદ્દાએ નબળો પાડ્યો હતો અને કોંગ્રેસને સોનિયા ગાંધીના ત્યાગે મજબૂતી પ્રદાન કરી હતી. જ્યારે 2009માં રાહુલ ગાંધીના નામની કળપૂર્વકની રજૂઆતે કોંગ્રેસને જનસમર્થન મેળવવામાં મદદ કરી હતી.

કળની કારીગરી અજમાવવાનો સમય
જો ભાજપ સત્તા પર આવવા માંગતી હોય તો અન્ય પાર્ટીઓ સાથે કળપૂર્વક કામ કરીને જનસમર્થન પોતાના પક્ષમાં કરવું જરૂરી છે. કળની કલાની આજમાઇશ કોણ વધારે સારી રીતે કરી શકે છે તે હવે લોકસભાની ચૂંટણીઓ દરમિયાન જાણવા મળશે.

Click it and Unblock the Notifications