Lok Sabha Election 2024 : 4 પ્રકારના હિન્દુ ક્યારેય બીજેપીને મત નહીં આપે, પ્રશાંત કિશોરનો મોટો દાવો

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હવે રણનીતિનું કામ છોડીને બિહારમાં મોરચો બનાવીને લોકોને જાગૃત કરી રહ્યા છે. આ દરમિયાન તેમને મોટો દાવો કર્યો છે.

લોકસભા ચૂંટણી વચ્ચે પ્રશાંત કિશોરે મોટો દાવો કર્યો છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, મોદી, રામમંદિર, રાષ્ટ્રવાદ અને લાભાર્થીઓ હોવા છતાં અડધાથી વધુ હિંદુઓ ભાજપને મત નથી આપી રહ્યા.

Prashant Kishor

અહીં તેમણે મોટો દાવો કર્યો અને કહ્યું કે, ચાર પ્રકારના વૈચારિક હિંદુઓ ક્યારેય બીજેપીને મત નહીં આપે. એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે આ દાવો કર્યો.

તેમણે કહ્યું કે, 2019માં ભાજપને 38 ટકા વોટ મળ્યા હતા. દેશમાં મુસ્લિમોએ મત આપ્યા નહોતા. જો 80 ટકા હિંદુઓવાળા દેશમાં બીજેપીને માત્ર 38 ટકા વોટ મળે તો તેનો અર્થ એ છે કે અડધાથી પણ ઓછા હિંદુઓએ ભાજપને મત આપ્યો છે.

પ્રશાંત કિશોરે કહ્યું કે, મુસ્લિમ હોવાના કારણે અને જો તમે બીજેપી સામે લડવા માંગતા હોવ તો તમારે સમજવું પડશે કે કયા હિન્દુઓ ભાજપને વોટ નથી આપી રહ્યા. આ ચાર વિચારધારાના હિન્દુઓ છે.

પ્રશાંત કિશોરે કહ્યું કે, જે હિંદુઓ ગાંધીમાં વિશ્વાસ કરે છે તેઓ ભાજપના હિંદુત્વમાં વિશ્વાસ કરવાના નથી. આંબેડકરને માનનારા લોકો ભાજપની વિચારધારાને સ્વીકારવા તૈયાર નથી. આ સિવાય સામ્યવાદી વિચારધારા ધરાવતા હિન્દુઓ ભાજપને મત આપવા તૈયાર નથી. એટલું જ નહીં સમાજવાદી લોહિયામાં માનનારા કેટલાક લોકો ભાજપની વિચારધારાને સ્વીકારવા તૈયાર નથી.

તેમણે આગળ કહ્યું કે, આ ચાર વિચારધારામાં માનનારા લોકોએ મુસ્લિમો સાથે સામાજિક-રાજકીય ગઠબંધન કરવું જોઈએ અને તેમાંથી નવો વિકલ્પ બનાવવો જોઈએ. તેમને સાથે લાવવાની જરૂર છે.

પ્રશાંત કિશોરે કહ્યું કે, તો જ વિપક્ષની રચના થઈ શકે છે. તો જ ભાજપ સામે લડી શકીશું. આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ગાંધીજીની વિચારધારા એવી છે કે તેને સામ્યવાદીઓ, આંબેડકરવાદીઓ, સમાજવાદીઓ અને કોંગ્રેસીઓ સ્વીકારે છે. મુસ્લિમોએ કટ્ટરતા તરફ ન જવું જોઈએ. તેઓએ ગાંધીજીની વિચારધારાને અપનાવવી જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X