Lok Sabha Election 2024 : બપોરે 3 વાગ્યા સુધીમાં 52.60 ટકા મતદાન, આ રાજ્ય સૌથી આગળ
લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. 10 રાજ્યોની 96 લોકસભા સીટો પર અંતિમ કલાકોમાં મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
મતદાન વચ્ચે બપોરે 3 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે. આ આંકડા અનુસાર, 3 વાગ્યા સુધીમાં દેશમાં સરેરાશ 52.60 ટકા મતદાન નોંધાયુ છે.

ઈલેક્શન કમિશનના આંકડા અનુસાર, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન થયુ છે. અહીં 66.5 ટકા મતદાન નોંધાયુ છે. તો કાશ્મીર સૌથી પાછળ છે.
3 વાગ્યા સુધીમાં જમ્મુ કાશ્મીરમાં માત્ર 29.93 ટકા લોકોએ જ પોતાનો મત આપ્યો છે. અહીં લોકોમાં મતદાનને લઈને નિરાશા જોવા મળી રહી છે.
બપોરે 3 વાગ્યા સુધીમાં કયા રાજ્યમાં કેટલુ મતદાન
આંધ્ર પ્રદેશ - 55.49
બિહાર - 45.23
જમ્મુ અને કાશ્મીર - 29.93
ઝારખંડ - 56.42
મધ્યપ્રદેશ - 59.63
મહારાષ્ટ્ર - 42.35
ઓડિશા - 52.91
તેલંગાણા - 52.34
ઉત્તર પ્રદેશ - 48.41
પશ્ચિમ બંગાળ - 66.05












Click it and Unblock the Notifications
