લોકસભા ચૂંટણી 2024: ભાજપ બાદ હવે જયંત ચૌધરીને અનુપ્રિયા પટેલે આપી આ ઑફર
લોકસભા ચૂંટણી 2024 માટે એનડીએ (NDA) અને ઈન્ડિયા (INDIA) ગઠબંધને તૈયારી શરૂ કરી દીધી છે. બંને જ ગઠબંધન વધુમાં વધુ દળને પોતાની સાથે જોડવાની કોશિશમાં છે. આ કડીમાં એનડીએમાં સામેલ અપના-દળ (એસ) (ADS)ના અઘ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે રાષ્ટ્રીય લોક દળ (RLD)ને લઈ એવું નિવેદન આપ્યું છે, જેનાથી ઈન્ડિયા ગઠબંધનની મુશ્કેલી વધી શકે છે.

જણાવી દઈએ કે અનુપ્રિયા પટેલે રાષ્ટ્રીય લોક દળને એનડીએ ગઠબંધનમાં સામેલ થવાની ઑફર કરી છે. તેમણે કહ્યું કે આરએલડીથી લઈ તમામ દળ જે એનડીએ ગઠબંધન સાથે જોડાવવા માગે છે તેમનું સ્વાગત છે. તેમણે આગળ કહ્યું કે બધાએ આવવું જોઈએ. મોદી સરકાર દેશ માટે સારું કામ કરી રહી છે. અનુપ્રિયા પટેલે કહ્યું, "બધાએ સાથે આવીને જે આપણે 2027 સુધી ભારતને વિકસિત દેશ બનાવવાનું સપનું જોયું હતું તે મળીને પૂરું કરવું છે." ઉલ્લેખનીય છે કે આરએલડીના એનડીએ ગઠબંધનમાં સામેલ થવાની ચર્ચા પાછલા કેટલાય દિવસોથી ચાલુ છે. જો કે, પાર્ટીના અધ્યક્ષ જયંત ચૌધરીએ આ બાબતે ઈનકાર કર્યો છે.
એનડીએ ત્રીજીવાર સત્તામાં આવશે
આ ઉપરાંત અનુપ્રિયા પટેલે એવો પણ દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધન પૂર્ણ બહુમતી સાથે સતત ત્રીજીવાર સત્તામાં વાપસી કરશે. 2024ની ચૂંટણીમાં એનડીએ 2014થી વધુ સારું પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન નિરાશ અને હતાશ લોકોનું ગઠબંધન છે. રાજનીતિમાં બની રહેવા માટે આ ગઠબંધન બનાવવામાં આવ્યું છે. તેમને જનતાની સમસ્યાઓ સાથે કંઈ લેવા-દેવા નથી.
યુપીમાં 2014ની ચૂંટણી કરતા પણ વધુ સીટ મળશે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એનડીએના ઉમેદવાર ઉત્તર પ્રદેશમાં જ્યાંથી ચૂંટણી લડશે ત્યાંથી વિજય હાંસલ કરશે. અનુપ્રિયા પટેલે આગળ કહ્યું કે આ વખતે યુપીમાં એનડીએને 2014 લોકસભા ચૂંટણીથી વધુ સીટ મળશે. તેમણે કહ્યું કે એનડીઓનો દબદબો સતત વધી રહ્યો છે.












Click it and Unblock the Notifications
