આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો, દિલ્હીની શિક્ષા મંત્રી આતિશીને સમન્સ પાઠવ્યું, જાણો કારણ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે આતિશીને સમન્સ મોકલ્યું છે. જેમાં કોર્ટે આતિશીને 29 જૂનના રોજ હાજર થવા માટે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કોર્ટ દ્વારા આ સમન્સ મોકલવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટીના નેતા અને નવી દિલ્હી સંસદીય સીટના BJP ઉમેદવાર બાંસુરી સ્વરાજે જણાવ્યું હતું કે, દિલ્હીના મંત્રી આતિશીએ ભારતીય જનતા પાર્ટી પર ઓપરેશન લોટસ જેવો ઘૃણાસ્પદ આરોપ કોઈપણ દલીલ વગર અને કોઈ પુરાવા વગર લગાવ્યો છે. જે બાદ પ્રવીણ શંકર કપૂર વતી દિલ્હીના મંત્રી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Lok Sabha Election 2024

હવે આતિશીની ધરપકડ કરવા માટે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે - મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ : દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે, મેં પહેલા જ કહ્યું હતું કે તેઓ (કેન્દ્ર સરકાર) આગલી વખતે આતિશીની ધરપકડ કરશે. તેઓ હવે આતિશીની ધરપકડ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યું હતું કે, આ સંપૂર્ણ સરમુખત્યારશાહી છે. તેઓ એક પછી એક તમારા તમામ નેતાઓની ખોટા કેસોમાં ધરપકડ કરી રહ્યા છે. જો મોદીજી ફરી સત્તામાં આવશે તો દરેક વિપક્ષી નેતાની ધરપકડ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X