Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Sabha Election 2024: મોદી-મમતા માટે શાખની લડાઇ, ભાજપના દાવે બગાડ્યું ટીએમસીનું ગણિત

Lok Sabha Election 2024: બંગાળની બસીરહાટ લોકસભા બેઠક પર તૃણમુલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની ટક્કરથી થોડી વધુ વડાપ્રધાન મોદી અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની શાખની લડાઇ બની ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, સંદેશખાલી આ બેઠકના સંસદીય વિસ્તારમાં આવે છે, જ્યાં ટીએમસી નેતાઓ દ્વારા આદિવાસીઓની જમીન પર કબ્જો અને મહિલાઓના યૌન શોષણની ઘટનાઓએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે.

ભાજપે અહીંથી રેખા પાત્રાને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જેમણે પહેલીવાર આરોપી તૃણમૂલ નેતાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમની હિલચાલને કારણે ઘણા જેલના સળિયા પાછળ છે. બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે રેખાના નામને મંજૂરી આપી છે.

વડાપ્રધાન મોદીએ રેખા પાત્રા સાથે ફોન પર વાત કરી અને તેમને શક્તિ સ્વરૂપા કહી હતી. અગાઉ વડાપ્રધાન મોદી જ્યારે જિલ્લાના બારાસતમાં સભા કરવા આવ્યા હતા, ત્યારે તેમણે સંદેશખાલીના પીડિતોને મળ્યા હતા, અને તેમની ફરિયાદો સાંભળી હતી. તેમાં રેખા પણ સામેલ હતી. વડાપ્રધાન મોદીએ રેખાની અદમ્ય હિંમતની પણ પ્રશંસા કરી હતી.

ભાજપનું માનવું છે કે, રેખા પાત્રાના માધ્યમથી સમગ્ર રાજ્યમાં મહિલા મતદારોને આકર્ષવામાં સરળતા રહેશે. આવા સમયે, રેખાની ઉમેદવારી પહેલા તૃણમૂલ માટે આસાન માનવામાં આવતી આ બેઠક હવે તેમના પ્રમુખ મમતા બેનર્જી માટે કપરી લડાઈ બની ગઈ છે.

Lok Sabha Election 2024

ટીએમસીને લાગે છે કે, બસીરહાટના પરિણામો દૂરગામી અસર છોડી શકે છે. તેની અસર વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. ટીએમસીએ અહીંથી 2009માં સાંસદ તરીકે ચૂંટાયેલા હાજી નુરુલ ઈસ્લામને ટિકિટ આપી છે. સીપીઆઈ(એમ)ના ઉમેદવાર નિરપદ સરદાર છે અને આઈએસએફના ઉમેદવાર મોહમ્મદ સાહિદુલ ઈસ્લામ મોલ્લા છે. SUCIએ દાઉદ ગાઝીને મેદાનમાં ઉતાર્યા છે.

લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા સંદેશખાલીએ અચાનક દેશનું ધ્યાન ખેંચ્યું હતું. અહીં યૌન ઉત્પીડનનો આરોપ લગાવનારા ટીએમસી નેતાઓ સામે કોઈ મોઢું ખોલવા તૈયાર ન હતું. રેખા પાત્રાએ આગેવાની લીધી અને મહિલા ચળવળનો ચહેરો બની. જ્યારે પીડિતાઓ આરોપીઓ સામે કાર્યવાહીની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા, ત્યારે ભાજપે તેને રાજકીય ધાર આપ્યો હતો.

બસીરહાટ વિસ્તારનો મોટો ભાગ સુંદરવન વસાહતોથી ઘેરાયેલો છે. અહીં લગભગ 87.04 ટકા વસ્તી ગ્રામીણ છે, અને કુલ મતદારો 17,50,590 છે. મુસ્લિમ વસ્તી લગભગ 46.3 ટકા છે, જેણે શરૂઆતથી જ અહીં નિર્ણાયક ભૂમિકા ભજવી છે, પરંતુ સંદેશખાલીની ઘટના બાદ અહીંની પરિસ્થિતિ બદલાઈ હોય તેવું લાગી રહ્યું છે.

તેનું મુખ્ય કારણ એ છે કે, આદિવાસીઓની સાથે મુસ્લિમો પણ ટીએમસી નેતાઓ દ્વારા ઉત્પીડનનો ભોગ બનેલા છે. તેથી એવું માનવામાં આવે છે કે, મુસ્લિમ મતો વિખેરાઈ શકે છે. આ સિવાય ISFના ઉમેદવાર મોહમ્મદ સાહિદુલ ઈસ્લામ મોલ્લા પણ મુસ્લિમ વોટ બેંકમાં અસર કરી શકે છે. અહીં અનુસૂચિત જાતિની વસ્તી લગભગ 25.4 ટકા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X