Lok Sabha Election 2024 : બીજેપી ઉમેદવાર તેજસ્વી સુર્યાને લોકોએ ઉભી પુછડીયે ભગાડ્યા, વીડિયો વાયરલ
બીજેપીના વિવાદિત નેતા તેજસ્વી સુર્યા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હવે તેમનો એક વીડિયો ચર્ચામાં આવ્યો છે. આ વીડિયોમાં તે ભાગતા જોવા મળી રહ્યા છે.
અહેવાલો અનુસાર, સાંસદ તેજસ્વી સૂર્યાનો એક કાર્યક્રમમાં જોરદાર વિરોધ થતા તેમને ભાગવાની ફરજ પડી. સ્થિતિ એવી થઈ ગઈ કે લોકોએ તેમને પૂછપરછ શરૂ કરી અને તેમને સભામાંથી બહાર ભાગવુ પડ્યુ.

આ ઘટના શનિવારની છે. આ ઘટના સાથે સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સુર્યા પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા હતા તે દરમિયાન મંચ પર હાજર લોકોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ દલીલો કરતા જોવા મળ્યા.
આ દરમિયાન તેજસ્વી સૂર્યા સ્ટેજ પર દેખાતા નથી પરંતુ થોડીવાર પછી કેટલાક લોકો તેને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. તેઓએ તેજસ્વી સૂર્યાની આસપાસ સુરક્ષા ઘેરો બનાવીને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન નજીવી ઝપાઝપી પણ જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સે પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. લોકો સોશિયલ મીડિયા પર મજાક બનાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે સુર્યા ઈમરજન્સી દરવાજા ખોલવામાં નિષ્ણાત છે.
Watch how Tejasvi Surya ran with a tail between his legs when people who lost money because of him and his uncle started asking questions.
— Roshan Rai (@RoshanKrRaii) April 15, 2024
This is how cowards run away. 🏃🏃
Share this video as much as you can 🔥🔥pic.twitter.com/wjlV6eW7vn
જણાવી દઈએ કે, તેજસ્વી સુર્યા સાથે આવા ઘણા વિવાદો જોડાયેલા છે. તેમને એક સમયે ચાલુ પ્લેનનો ઈમરજન્સી દરવાજો ખોલી દેખા હંગામો સર્જાયો હતો.












Click it and Unblock the Notifications
