Lok Sabha Election 2024 : રાયબરેલી સીટ છોડશે કોંગ્રેસ પરિવાર? જાણો કોણ હોઈ શકે છે ઉમેદવાર?
ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી સીટ કોંગ્રેસની વિરાસત રહી છે. અહીંથી કોંગ્રેસ પરિવારના સભ્યો સંસદ પહોંચ્યા છે. જો કે હવે અહેવાલો આવી રહ્યાં છે કે કોંગ્રેસ પરિવાર આ સીટ પરથી ચૂંટણી નહીં લડે.
અહેવાલો અનુસાર, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ યુપીની અમેઠી અને રાયબરેલી સીટ પરથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે અને આના પગલ કોંગ્રેસ મૂંઝવણમાં છે.

આ સ્થિતિમાં પાર્ટીએ હવે આ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટે મંથન શરૂ કરી દીધું છે. સૂત્રો અનુસાર, કોંગ્રેસે સ્મૃતિ ઈરાની સામે અમેઠીથી પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને મેદાનમાં ઉતારવાની રણનીતિ બનાવી હતી, પરંતુ શ્રીનેતે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.
હવે આ સીટ માટે કોંગ્રેસ વિધાયક દળના નેતા આરાધના મિશ્રાના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે રાયબરેલીથી પાર્ટી નેતા આરાધના મિશ્રાનું નામ પણ ચાલી રહ્યું છે.
સૂત્રો અનુસાર, અમેઠી બેઠક પરથી પૂર્વ MLC દીપક સિંહ અને વિધાનસભા ઉમેદવાર વિજય પાસીના નામ પણ રેસમાં છે. બીજી તરફ રાયબરેલીથી સ્વામી પ્રસાદ મૌર્યને મેદાનમાં ઉતારવાની ચર્ચા છે.
તેવી જ રીતે કોંગ્રેસ વારાણસી સીટ પર પીએમ મોદી સામે તેના પ્રખર પ્રવક્તા પવન ખેડાને મેદાનમાં ઉતારવાની વિચારણા કરી રહી છે. પવન ખેડાએ પાર્ટી તરફથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો નથી.
આ સિવાય યુપી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાય પણ વારાણસી સીટ પરથી રેસમાં છે. જો કે આ બેઠકો અંગે હજુ નિર્ણય લેવાયો નથી, આખરી નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
