Lok Sabha Election 2024 : વારાણસીની પીએમ મોદી સામે કોંગ્રેસ આ નેતાને ઉતારશે
લોકસભા ચૂંટણી માટે પીએમ મોદી ફરીથી વારાણસીથી લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. હવે આ સીટ પર કોંગ્રેસના ઉમેદવારની જલ્દી જાહેરાત થવા જઈ રહી છે.
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની આગામી યાદી તૈયાર કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ ટૂંક સમયમાં આ યાદી જાહેર કરશે.

આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર એટલે કે વારાણસી લોકસભા સીટના ઉમેદવારનું નામ પણ નક્કી કરવામાં આવ્યું છે.
આ ઉમેદવારોના નામ ઉત્તર પ્રદેશ માટે પસંદ કરવામાં આવ્યા બાદ તેમને સીઈસી દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે.
કોંગ્રેસ જલ્દી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય વોટ્સએપ પર એક યાદી પણ વાયરલ થઈ રહી છે, જેમાં ઉમેદવારોના નામ લખવામાં આવ્યા છે. જો કે પાર્ટી દ્વારા હજુ સુધી આની જાહેરાત કરવામાં આવી નથી.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ દ્વારા જાહેર થનારી આગામી યાદીમાં અમેઠી અને રાયબરેલીના ઉમેદવારોના નામની પસંદગી કરવામાં આવી નથી અને રાયબરેલી અને અમેઠીના ઉમેદવારોના નામ માટે હજુ પણ મંથન ચાલી રહ્યું છે.
સૂત્રો અનુસાર, કોંગ્રેસ વારાણસીથી પ્રદેશ અધ્યક્ષ અજય રાયને ઉમેદવાર બનાવશે. તેવી જ રીતે અમરોહાથી પૂર્વ સાંસદ દાનિશ અલી, સહારનપુરના પૂર્વ ધારાસભ્ય ઈમરાન મસૂદ, બારાબંકીથી તનુજ પુનિયા, કાનપુરથી આલોક મિશ્રા, દેવરિયાથી પૂર્વ ધારાસભ્ય અખિલેશ પ્રતાપ સિંહને ઉમેદવાર બનાવી શકે છે.












Click it and Unblock the Notifications
