Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીમાં બીજેપી ફિલ્મી સિતારાઓના ભરોષે, આટલા સ્ટારને ટિકીટ આપી
400 પારની વાતો કરતી બીજેપીને હકિકતમાં કોઈ જમીની ઉમેદવાર નથી મળી રહ્યા. આ વાતનો પુરાવો બીજેપીના જાહેર કરાયેલા ઉમેદવારો છે. બીજેપીએ ઘણા ફિલ્મી સ્ટારને મેદાનમાં ઉતાર્યા છે.
2024ની લોકસભા ચૂંટણીમાં દેશની ઘણી મોટી પાર્ટીઓએ 20 જેટલા ફિલ્મ કલાકારો અને ગાયકોને મેદાનમાં ઉતાર્યા છે. આમાં બીજેપી સૌથી આગળ છે. બીજેપીએ સૌથી વધુ ફિલ્મી કલાકારોને ટિકીટ આપી છે.

દેશની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતી બીજેપીએ ફિલ્મ સ્ટાર્સ પર મોટો દાવ લગાવ્યો છે. અત્યાર સુધી તેણે એક ડઝન કલાકારો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આપણે ભારતીય જનતા પાર્ટી વિશે વાત કરીએ તો સૌથી વધુ ફિલ્મ કલાકારોને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. આ કલાકારોમાં હેમા માલિની, સ્મૃતિ ઈરાની, રવિ કિશન, અરુણ ગોવિલ, કંગના રનૌત, મનોજ તિવારી, હંસરાજ હંસ, દિનેશ લાલ યાદવ (નિરહુઆ), લોકેટ ચેટર્જી જેવા સૌથી મોટા નામ સામેલ છે.
સવાલ એ છે કે જો ભાજપે લોકસભા ચૂંટણી 2014માં આ મોટા ફિલ્મસ્ટારો પર દાવ રમ્યો છે તો શું આ કલાકારો ભાજપની નાવ પાર કરાવશે? હવે આ તો ચૂંટણીના પરિણામો પછી જ નક્કી થશે.
જણાવી દઈએ કે, બીજેપી સિવાય તૃણમુલ કોંગ્રેસે પણ ઘણા ફિલ્મી સ્ટારને મેદાનમાં ઉતાર્યા છે. આ લિસ્ટમાં ઘણી અભિનેત્રીઓ અને અભિનેતાઓના નામ સામેલ છે.












Click it and Unblock the Notifications
