કોઈ પાર્ટીને નહિ મળે પૂર્ણ બહુમત, મમતા બેનર્જીને ગણાવ્યા બેસ્ટ PM ઉમેદવારઃ સૌગત રૉયનો દાવો
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ મોટો દાવો કર્યો છે. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 76 વર્ષીય સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સૌગત રૉયના દાવાથી રાજકીય હલચલ વધી ગઈ છે. તેમણે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષ પૂર્ણ બહુમતી મેળવી શકશે નહીં. સાથે જ તેમણે મમતા બેનર્જીને પીએમ પદ માટે શ્રેષ્ઠ દાવેદાર ગણાવ્યા છે.
સૌગત રૉયે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં તૃણમૂલના લગભગ 30 સાંસદો જીતશે અને આ જીતમાં મમતા એક મોટું પરિબળ હશે. તેમણે કહ્યું કે મમતા પાસે તે બધું છે જે એક વ્યક્તિમાં દેશના આગામી વડાપ્રધાન બનવા માટે હોવું જોઈએ. ટીએમસી નેતાએ કહ્યું કે મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જીએ આ વાત ત્રણ વખત સાબિત કરી છે.

ટીએમસીએ સૌગત રૉયને ચોથી વખત લોકસભાની ટિકિટ આપી છે. 4 વખતના સાંસદ સૌગત રૉય પણ લોકસભા ચૂંટણી 2024માં બંગાળના સૌથી મોટી ઉંમરના ઉમેદવાર છે. તેમણે કહ્યું, "સાંસદ તરીકે આ મારો ચોથો કાર્યકાળ છે. હું એક વખત બેરકપુરથી સાંસદ પણ રહી ચુક્યો છું. જ્યારે હું 1977માં પહેલીવાર સાંસદ બન્યો ત્યારે મેં તે સમયના મહાનુભાવો મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણ સિંહને જોયા હતા. હવે આવા દિગ્ગજો રાજકારણમાં જોવા મળતા નથી."
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રૉયે ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા ભાજપના બંગાળની જીતના દાવા પર કહ્યું કે, "ભાજપને પશ્ચિમ બંગાળમાં ઉમેદવાર નથી મળી રહ્યા. એક ઉમેદવાર મેદાન છોડીને ભાગી ગયો. હવે તેઓ આસનસોલથી એસએસ અહલુવાલિયાને લાવ્યા છે. તેમણે પોતાના લોકસભા ક્ષેત્રમાં કંઈ કર્યું નથી, તેથી ભાજપે તેમને દાર્જિલિંગથી વર્ધમાન સુધી મેદાનમાં ઉતાર્યા છે અને હવે સજા તરીકે, તેમણે આસનસોલથી ચૂંટણી લડાવી છે. ભાજપને હજુ પણ ડાયમંડ હાર્બર માટે ઉમેદવાર મળ્યો નથી."
પોતાની વાતને આગળ વધારતા ટીએમસી સાંસદે કહ્યું, "અમિત શાહ એક સમયે પશ્ચિમ બંગાળમાં 35 બેઠકો જીતવાનો દાવો કરતા હતા, હવે તેઓ 30 બેઠકો કહેવા લાગ્યા છે. વાસ્તવમાં સત્ય એ છે કે ભાજપ પાસે કોઈ ઉમેદવારો નથી."
ટીએમસીના સૌથી જૂના નેતા સૌગત રોયે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ પરના હુમલા વિશે કહ્યું, "હું કોઈ સરકારી અધિકારી પર હુમલાનું સમર્થન કરતો નથી. આ બધું અચાનક થયું."
તેમણે આગળ કહ્યું, "સંદેશખાલીની ઘટના ચોક્કસપણે ટીએમસી માટે આઘાતજનક હતી પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે બંગાળ પોલીસે જ શેખ શાહજહાંની ધરપકડ કરી હતી. મમતા બેનર્જીએ પરિસ્થિતિને સારી રીતે સંભાળી હતી. જો કોર્ટ ઇચ્છે તો સીબીઆઈને કેસ સોંપી શકે છે. મહિલાઓના આરોપોની તપાસ જરૂરી છે, પરંતુ સીબીઆઈની સફળતાનો દર કેટલો છે?












Click it and Unblock the Notifications
