મેનકા ગાંધીએ ભત્રીજા રાહુલ ગાંધી વિશે રજૂ કર્યા પોતાના વિચાર, વરુણ ગાંધી અંગે કહીં આ વાત
Lok Sabha Election 2024: હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં વાયનાડ સિવાય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીથી પણ ચૂંટણી લડી રહ્યા છે. જોકે, આ વખતે ભારતીય જનતા પાર્ટીએ તેમના પિતરાઈ ભાઈ અને ભાજપના નેતા વરુણ ગાંધીને ટિકિટ આપી નથી.
આ દરમિયાન રાહુલ ગાંધીના કાકી મેનકા ગાંધી સુલતાનપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. મેનકા ગાંધીને તેમના પુત્ર અને ભત્રીજા રાહુલ ગાંધી સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
વરુણ અને રાહુલ પર મેનકા ગાંધીએ શું કહ્યું? - જ્યારે મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું કે, વરુણ ગાંધી સુલતાનપુરમાં તમારા માટે પ્રચાર કરવા આવી રહ્યા છે, તો તેઓ તમારા માટે પુત્ર તરીકે કે નેતા તરીકે પ્રચાર કરવા આવી રહ્યા છે? જેના જવાબમાં મેનકા ગાંધીએ કહ્યું કે, બંને.
જ્યારે મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું કે, શું વરુણ ગાંધી ભાજપથી નારાજ છે તો મેનકા ગાંધીએ હસીને કહ્યું કે, ના.

વરુણ ગાંધીને તક ન મળી ત્યારે માતા મેનકાએ શું કહ્યું - મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું કે, એક તરફ રાહુલ ગાંધીને મોટા નેતા બનાવવા પાછળ સંપૂર્ણ રાજકીય શક્તિ છે, પરંતુ તેઓ એક મજબૂત નેતા બની શક્યા નથી. વરુણ ગાંધીને તક નથી મળી રહી.
આના પર મેનકા ગાંધીએ કહ્યું કે, દરેકની પોતાની રીત અને ભાગ્ય હોય છે. આનાથી વધુ હું શું કહું? હું ક્યારેય બીજાની ક્ષમતાઓ પર બોલતી નથી. દરેકનો પોતાનો રસ્તો હોય છે. તેમની પોતાની પદ્ધતિઓ છે.
આવા સમયે, જ્યારે મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું કે, વિપક્ષનો દાવો છે કે, ઉત્તર પ્રદેશમાં ઘણી સીટો પર INDI ગઠબંધન જીતવા જઈ રહ્યું છે. આના પર મેનકા ગાંધીએ હસીને જણાવ્યું હતું કે, તેઓ સુલતાનપુર લોકસભા સીટ જીતશે નહીં.
#WATCH | Uttar Pradesh: BJP MP and party's candidate from Sultanpur, Maneka Gandhi says, "...Opportunity depends on ability, one who has the ability will make their way. It's a misconception that parties are run by MPs, our party has crores of people who run it and MPs are just… pic.twitter.com/jCprcra3Ta
— ANI (@ANI) May 23, 2024












Click it and Unblock the Notifications
