Lok Sabha Election 2024 : પરિણામ બાદ નરેન્દ્ર મોદીનું પહેલુ રિએક્શન, જાણો શું કહ્યું?

લોકસભા ચૂંટણીમાં બીજેપીની ખરાબ હાર થઈ છે. એનડીએની સરકાર બનતી હોવા છત્તા બીજેપી માટે આ મોટી હાર છે. હવે આ મુદ્દે નરેન્દ્ર મોદીનું પહેલુ રિએક્શન સામે આવ્યુ છે.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પીએમ મોદીએ NDAની જીતને અભૂતપૂર્વ ગણાવી.

Lok Sabha Election 2024

પીએમ મોદીએ કહ્યું કે, દેશની જનતાએ સતત ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતના ઈતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે. આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું.

નરેન્દ્ર મોદીએ લખ્યુ કે, હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું. હું હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું અને તમામ કાર્યકરોને તેઓએ કરેલા સમર્પણ અને અથાક કાર્ય માટે અભિનંદન પાઠવું છું.

ચૂંટણી પરિણામો બાદ અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAને સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપવા બદલ હું દેશની જનતાને સલામ કરું છું. સતત ત્રીજી જીતે સ્પષ્ટ કરી દીધું છે કે જનતાનો વિશ્વાસ માત્ર મોદીજી પર છે.

એનડીએની આ જીત એ નેતા નરેન્દ્ર મોદીમાં લોકોની અતૂટ શ્રદ્ધાનું પ્રતિબિંબ છે જેમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું. મોદીજીના વિકસિત ભારતના વિઝન પર જનતાનો આ વિશ્વાસનો મત છે.

આ જાહેર આશીર્વાદ છેલ્લા દાયકામાં મોદીજીના ગરીબ કલ્યાણ, વારસાના પુનરુત્થાન, મહિલાઓના સ્વાભિમાન અને ખેડૂતોના કલ્યાણના કાર્યની સફળતાનો આશીર્વાદ છે. નવું ભારત આ જનાદેશ સાથે વિકાસ યાત્રાને વધુ વેગ અને તાકાત આપવા તૈયાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X