Pallavi Dempo Net Worth: 1400 કરોડની સંપત્તિની માલિક છે આ મહિલા ઉમેદવાર, આવી રીતે કરે છે કમાણી
Pallavi Dempo Net Worth: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને તમામ ઉમેદવારોની સંપત્તિ વિશે જાણકારી સામે આવી રહી છે. આ વચ્ચે એક નામની ખુબ ચર્ચા થઇ રહી છે. આ ઉમેદવાર દક્ષિણ ગોવા લોકસભા બેઠક વિસ્તારથી ભારતીય જનતા ઉમેદવાર પલ્લવી ડેમ્પો છે.
પલ્લવી ડેમ્પો ભાજપના સૌથી ધનિક મહિલા ઉમેદવારોમાંથી એક છે. તે ભાજપના અબજોપતિ મહિલા ઉમેદવાર છે. પલ્લવી ડેમ્પો ગોવામાં ભાજપની પ્રથમ મહિલા ઉમેદવાર છે. લાલવી ડેમ્પો કોંગ્રેસના વિરિયાતો ફર્નાન્ડિસ સામે ચૂંટણી લડી રહ્યા છે.
પલ્લવી ડેમ્પોની મિલકત - દક્ષિણ ગોવાના બીજેપી ઉમેદવાર પલ્લવી ડેમ્પોએ લોકસભા ચૂંટણી-2024 માટે પોતાનું નોમિનેશન ફાઈલ કર્યું છે. ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર સમક્ષ દાખલ કરવામાં આવેલા 119 પાનાની એફિડેવિટ દર્શાવે છે કે, પલ્લવી ડેમ્પોની કુલ સંપત્તિ 1,400 કરોડ રૂપિયા છે. જેમાં પલ્લવી ડેમ્પોના પતિ શ્રીનિવાસની મિલકત પણ સામેલ છે.
પલ્લવી ડેમ્પોની એફિડેવિટ અનુસાર, તેની પાસે 255.4 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. તેમના પતિ શ્રીનિવાસની માલિકીની મિલકતની કિંમત 994.8 કરોડ રૂપિયા છે. પલ્લવી ડેમ્પોની સ્થાવર મિલકતની બજાર કિંમત રૂપિયા 28.2 કરોડ છે, જ્યારે શ્રીનિવાસની મિલકતની કુલ બજાર કિંમત રૂપિયા 83.2 કરોડ છે. પલ્લવી ડેમ્પોની એફિડેવિટમાં રૂપિયા 217.11 કરોડના બોન્ડ અને રૂપિયા 12.92 કરોડની બચતનો પણ ઉલ્લેખ છે.

પલ્લવી ડેમ્પોનું લંડન અને દુબઈમાં કરોડોની કિંમતનું ઘર - પલ્લવી ડેમ્પોના ગોવામાં આલીશાન ઘરો છે અને દેશના અન્ય ભાગોમાં તેની માલિકીની ઘણી પ્રોપર્ટી છે. એટલું જ નહીં, પલ્લવી ડેમ્પો અને તેના પતિના દુબઈ અને લંડનમાં લક્ઝરી એપાર્ટમેન્ટ પણ છે. દુબઈના ઘરની કિંમત 2.5 કરોડ રૂપિયા અને લંડનના ઘરની કિંમત 10 કરોડ રૂપિયા છે.
પલ્લવી ડેમ્પો પાસે રૂપિયા 5.7 કરોડની જ્વેલરી છે - પલ્લવી ડેમ્પો પાસે રૂપિયા 5.7 કરોડની સોનાની જ્વેલરી છે. અંદાજે રૂપિયા 9.75 કરોડની કિંમતની અન્ય કિંમતી ચીજવસ્તુઓ છે. પલ્લવી ડેમ્પો અને તેના પતિ પાસે 2.54 કરોડ રૂપિયાની લક્ઝરી કાર છે.
પલ્લવી ડેમ્પોને જંગી આવક ક્યાંથી મળે છે? - પલ્લવી ડેમ્પોની આવક બિઝનેસમાંથી આવે છે. પલ્લવી ડેમ્પો અને તેના પતિ શ્રીનિવાસ ડેમ્પો ઉદ્યોગપતિ છે. પલ્લવી ડેમ્પો ડેમ્પો ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેમના પતિ ગોવા સ્થિત ડેમ્પો ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન છે.
શ્રીનિવાસ ડેમ્પો ગોવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) ના વડા પણ છે. શ્રીનિવાસ ડેમ્પોએ ફૂટબોલથી લઈને રિયલ એસ્ટેટ, શિપબિલ્ડિંગ, શિક્ષણથી ખાણકામ સુધીના દરેક જગ્યાએ વ્યવસાયમાં રોકાણ કર્યું છે.
પલ્લવી ડેમ્પોએ નાણાકીય વર્ષ 2022-23 માટે રૂપિયા 10 કરોડના આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા હતા. જ્યારે શ્રીનિવાસે તે જ વર્ષ માટે 11 કરોડ રૂપિયાનું રિટર્ન ફાઈલ કર્યું છે.












Click it and Unblock the Notifications
