Lok Sabha Election 2024 : PDP ઉમેદવાર મહેબુબા મુફ્તીએ લગાવ્યા EVMમાં છેડછાડના આરોપ, ધરણા પર બેઠી
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ પર પણ આજે મતદાન થઈ રહ્યું છે. પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. મહેબૂબા વોટિંગમાં ગોટાળાનો આરોપ લગાવીને ધરણા પર બેઠા છે.
PDP ના વડા અને અનંતનાગ-રાજૌરી લોકસભા સીટના ઉમેદવાર, મહેબૂબા મુફ્તીએ શનિવારે, 25 મેના રોજ આરોપ લગાવ્યો હતો કે, તેમની પાર્ટીના કાર્યકરો અને પોલિંગ એજન્ટોને કોઈપણ કારણ વગર પોલીસ સ્ટેશનોમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, EVM સાથે ચેડા કરવાના પ્રયાસો અંગે ફરિયાદો મળી રહી છે.

છઠ્ઠા તબક્કાના મતદાનમાં જમ્મુ અને કાશ્મીરમાં અનંતનાગ-રાજૌરી લોકસભા ક્ષેત્રમાં મતદાન શરૂ થયું ત્યારે આ બન્યું. ઉલ્લેખનીય છે કે, છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.
મહેબૂબા મુફ્તીએ શું કહ્યું? - મુફ્તીએ આરોપ લગાવ્યો હતો કે, તેમની પાર્ટીના પોલિંગ એજન્ટોને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરવામાં આવી રહ્યા છે. તેઓ અનંતનાગ-રાજૌરી બેઠક પરથી ઉમેદવાર છે, અને જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKNC)ના મિયાં અલ્તાફ અહેમદ સામે ચૂંટણી લડી રહ્યા છે.
તેમણે આરોપ લગાવ્યો, PDP કાર્યકર્તાઓને કોઈ કારણ વગર પોલીસ સ્ટેશનમાં બંધ કરવામાં આવી રહ્યા છે. આમાં DG, LG, ઉપરથી નીચે સુધીના તમામ અધિકારીઓનો સમાવેશ થાય છે. તેઓએ PDP પોલિંગ એજન્ટોને પોલીસ સ્ટેશનોમાં તાળાં મારી દીધા છે.
તમે કહ્યું હતું કે, મુક્ત અને ન્યાયી હશે. ચૂંટણી પણ તમે આ બધું કરી રહ્યા છો... ઘણી જગ્યાએથી એવી ફરિયાદો આવી રહી છે કે, મશીનો (EVM) સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે ધરણા પર પણ બેઠી હતી.
આઉટગોઇંગ કોલ સસ્પેન્ડ : મહેબૂબા મુફ્તી - મહેબૂબાએ વધુમાં દાવો કર્યો હતો કે, તેમના મોબાઈલ નંબર પરના આઉટગોઈંગ કોલ્સ કોઈપણ ખુલાસા વિના સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હું સવારથી કોઈ કૉલ કરી શકી નથી. અનંતનાગ લોકસભા મતવિસ્તારમાં મતદાનના દિવસે અચાનક સેવાઓ સ્થગિત કરવા માટે કોઈ સ્પષ્ટતા નથી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
