Lok Sabha Election 2024: 75માં પેટ્રોલ, 500માં ગેસ સિલિન્ડર, આ પાર્ટીએ જાહેર કર્યો ઢંઢેરો
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કર્યા પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જે કારણે આમ જનતાને મોંઘવારીના મારથી રાહત આપી છે. લાંબા સમયની રાહ બાદ ખનીજ તેલની કિંમતમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ સાથે હવે તમને 75 રૂપિયા પ્રતિ લીટરના ભાવે પેટ્રોલ-ડીઝલ મળી શકે છે.
ચૂંટણી પહેલા રાજકીય પક્ષો દ્વારા આંખ આડા કાન કરવાના વચનો અને જાહેરાતોનો યુગ ચાલુ રહે છે. કેટલાક મફત વીજળી અને કેટલાક પાણી આપવાની વાત કરી રહ્યા છે, પરંતુ તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને મતદારોને વચનો આપ્યા છે.

75 રૂપિયા પેટ્રોલ, 65 રૂપિયા ડીઝલ - ડીએમકે દ્વારા પોતાના મેનિફેસ્ટોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીનો ઘોષણાપત્ર બહાર પાડતા એમકે સ્ટાલિને જણાવ્યું હતું કે, જો તેમની પાર્ટી ચૂંટણી જીતશે, તો તમિલનાડુમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એવા સ્તર સુધી ઘટી જશે, જેની કોઈ કલ્પના પણ ન કરી શકે.
ડીએમકેએ પોતાના મેનિફેસ્ટોમાં પેટ્રોલના ભાવમાં 75 રૂપિયા અને ડીઝલના ભાવમાં 65 રૂપિયા સુધી સીમિત કરવાની જાહેરાત કરી છે. ડીએમકે પાર્ટીએ વચન આપ્યું છે કે, જો તે ચૂંટણી જીતશે તો તમિલનાડુમાં પેટ્રોલની કિંમતમાં 25 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 27 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે.
હાલમાં ચેન્નાઈમાં પેટ્રોલ 100.75 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જો તેમની સરકાર સત્તામાં આવશે, તો પેટ્રોલ અને ડીઝલની કિંમતોને એડમિનિસ્ટર્ડ પ્રાઇસ મિકેનિઝમ (APM) હેઠળ લાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 1975 થી 2002 સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતો APA હેઠળ જ નક્કી કરવામાં આવી હતી. વર્ષ 2002 માં, સરકારે તેને બજારને સોંપી દીધું, ત્યારબાદ તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી કરે છે.
ડીએમકેએ માત્ર પેટ્રોલ અને ડીઝલ જ નહીં, પરંતુ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ચૂંટણી વચન મુજબ તમિલનાડુમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
ગેસ સિલિન્ડર ઉપરાંત સમગ્ર દેશની મહિલાઓને દર મહિને 1000 રૂપિયાનું વચન પણ આપવામાં આવ્યું છે. ડીએમકે પાર્ટીએ રાજ્યમાં ટોલ ગેટ હટાવવાનું પણ વચન આપ્યું છે. સ્ટુડન્ટ લોન કેન્સલ કરવાથી લઈને NEET દૂર કરવા સુધીના વચનો આપવામાં આવ્યા છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: આગામી બે દિવસ બાદ પલટાશે હવામાન, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી









Click it and Unblock the Notifications
