Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok sabha Election 2024: PM મોદી કરશે રાજસ્થાન અને કશ્મીરમાં રોડ શો, રાહુલ ગાંધી કરશે કોઇમ્બતુરમાં રેલી

Lok sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 લઇને શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષી ગઠબંધન INDIA બ્લોકના નેતા દરરોજ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનમાં સાર્વજનિક કાર્યક્રમમાં શામેલ છે.

PM મોદી સવારે 11 વાગ્યે જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ચૂંટણી રેલી કરશે. ત્યારબાદ પીએમ મોદી રાજસ્થાનના બાડમેરમાં બપોરે 2.15 કલાકે રોડ શો કરશે. પીએમ મોદી રાજસ્થાનના દૌસામાં સાંજે 4.45 કલાકે ચૂંટણી રેલી કરશે.

રાહુલ ગાંધી આજે કોઈમ્બતુરમાં રેલીને સંબોધશે - કોંગ્રેસના રાહુલ ગાંધી અને DMK ના એમકે સ્ટાલિન આજે કોઈમ્બતુરમાં ઈન્ડિયા બ્લોક તરફ એક ચૂંટણી રેલીને સંબોધશે. આ રેલીમાં પહેલા માત્ર રાહુલ ગાંધી જ ભાગ લેવાના હતા, પરંતુ બાદમાં એમકે સ્ટાલિન પણ ભાગ લેશે તેવું સામે આવ્યું છે.

રાહુલ ગાંધી અને એમકે સ્ટાલિનની આ રેલી કોઈમ્બતુરના ચેટ્ટીપલયમ વિસ્તારમાં યોજાશે. તમિલનાડુમાં લોકસભાની 39 બેઠકો માટે 19 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. ડીએમકેના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ રેલીમાં ભાગ લેશે અને વિપક્ષી જૂથના ઉમેદવારો માટે સમર્થન માંગશે.

Lok sabha Election 2024

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે નામાંકન શરૂ થઈ ગયું છે - લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે આજે (શુક્રવાર)થી નામાંકન ભરવાની શરૂઆત થશે. તબક્કા 3 માં સમાવિષ્ટ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)માં આસામ, બિહાર, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, ગોવા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

18મી લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે અને 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂને તબક્કાવાર ચૂંટણી યોજાશે. 4 જૂનના રોજ મતગણતરી થશે.

અમિત શાહ આજે મદુરાઈની મુલાકાત લેશે - કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 12 એપ્રિલે તમિલનાડુની બે દિવસીય મુલાકાત માટે મદુરાઈ જવાના છે, જેમાં ચાર રોડ શો અને એક જાહેર સભાનો સમાવેશ થશે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહ શુક્રવારે બપોરે મદુરાઈ એરપોર્ટ પર ઉતરશે અને શિવગંગાઈના ઉમેદવાર ટી દેવનાથન યાદવના પ્રચાર માટે કરાઈકુડી જવા રવાના થશે. અમિત શાહ પુડુક્કોટ્ટાઈ જિલ્લાના થિરુમયમ મંદિરમાં પૂજા કરશે. તે પછી રાત્રે મદુરાઈમાં મીનાક્ષી સુંદરેશ્વર મંદિરની પણ મુલાકાત લેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X