Lok sabha Election 2024: કાશી વિશ્વનાથના દર્શન કરશે વડાપ્રધાન મોદી, આજે કરશે રોડ શો

Lok sabha Election 2024: લોકસભા ચૂંટણીના ત્રણ તબક્કા પસાર થઈ ગયા છે. આજે એટલે કે સોમવારના રોજ ચોથા તબક્કાનું મતદાન છે. ઉલ્લેખનીય છે કે, PM નરેન્દ્ર મોદી 14 મેના રોજ નોમિનેશન ભરતા પહેલા વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેવાના છે.

વડાપ્રધાન મોદી દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશના વારાણસી લોકસભા ક્ષેત્રમાં રોડ શો પણ કરશે. સંસદીય ક્ષેત્રમાં વડાપ્રધાન મોદીના રોડ શોની તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી અને ચંદૌલી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર મહેન્દ્ર નાથ પાંડેએ વડાપ્રધાન મોદી બીજી ટર્મ માટે સીટ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Lok sabha Election 2024

વડાપ્રધાન મોદીની મુલાકાત અંગે પાંડેએ કહ્યું કે, વારાણસી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તૈયાર છે. વારાણસીના મતદારો પોતાનો મત આપવા અને વડાપ્રધાન મોદીને ચૂંટણી જીતાડવા માટે તૈયાર છે. વડાપ્રધાન મોદીએ તેમના સંસદીય મતવિસ્તાર માટે જેટલું કામ કર્યું છે, તેટલું અન્ય કોઈ વડાપ્રધાને તેમના સંસદીય ક્ષેત્ર માટે કર્યું નથી.

ચંદૌલીના ધારાસભ્ય રમેશ જયસ્વાલે કહ્યું કે, સમગ્ર કાશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. મારો દાવો છે કે, અમે ચોક્કસપણે ચૂંટણી જીતવાના છીએ. રાજ્ય ભારતીય જનતા પાર્ટીના મીડિયા હેડ ધર્મેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો આવવાની અપેક્ષા છે. અગાઉ દિવસે ધર્મેન્દ્ર સિંહે કહ્યું હતું કે, પૂરી આશા છે કે, NDA ગઠબંધનના સમર્થકો અને અગ્રણી નેતાઓ પીએમ મોદીને સમર્થન આપવા આવશે. કાશીમાં પીએમ મોદીના રોડ શોમાં 5-10 લાખ સમર્થકો આવવાની આશા છે.

વારાણસીમાં સાતમા તબક્કામાં મતદાન - વારાણસી ભાજપ અને વડાપ્રધાન મોદીનો ગઢ છે. તેમણે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં બે વાર આ સીટ જીતી હતી. કોંગ્રેસે વારાણસીમાં વડાપ્રધાન મોદી સામે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. આ ત્રીજી વખત છે, જ્યારે અજય રાય લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીનો સામનો કરશે.

વારાણસીમાં સાતમા તબક્કામાં 1 જૂનના રોજ મતદાન થશે. ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ 674,664થી વધુ વોટ સાથે સીટ જીતી હતી અને 63.6 ટકા વોટ શેર મેળવ્યો હતો. 2014 માં, વડાપ્રધાન મોદીએ બે લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડી હતી, જેમાં ગુજરાતમાં વડોદરા અને ઉત્તર પ્રદેશમાં વારાણસીનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X