રાહુલ ગાંધી - શું મોદીજી વાસ્તવિક મુદ્દા પર વાત કરતા ડરે છે?
Lok Sabha Election 2024: રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, હું તમારી સાથે જ ડિબેટ કરવા તૈયાર છું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મે વડાપ્રધાન મોદી સાથે ડિબેટ કરવાનું નિમંત્રણ સ્વીકાર્યું એ વાતને એક અઠવાડિયું વિતી ગયું છે, પણ તેમના તરફથી હજૂ સુધી કોઇ જવાબ મળ્યો નથી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હજુ સુધી તેમના તરફથી કોઈ જવાબ આવ્યો નથી. તે માત્ર મિત્ર મીડિયાના પારિવારિક વાતાવરણમાં સ્ક્રીપ્ટેડ ઈન્ટરવ્યુ આપવામાં વ્યસ્ત છે. મોદીજી, તમે વાસ્તવિક મુદ્દાઓ પર વાત કરતા કેમ ડરો છો?
વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા રાહુલે જણાવ્યું કે, શું તમને લાગે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચામાં આવશે. આવી શકે તેમ નથી. હું તમને કહીશ કે શું થશે. હું તેમને પહેલો પ્રશ્ન પૂછીશ કે, તમારો મોદીજી અને અદાણીજી સાથે શું સંબંધ છે. તેઓ ત્યાં અટવાઈ જશે.

તે પછી હું તમને કહીશ કે, તમે જે ઈલેક્ટોરલ બોન્ડ બિઝનેસ ચલાવો છો, અને તમે જે છેતરપિંડી કરી છે, તે મને સમજાવો. નરેન્દ્ર મોદી આમાં ફસાઈ જશે. ચર્ચા ત્યાં જ પૂરી થશે.
પછી હું પૂછીશ, તમે લાવેલા આ કાળા કાયદાઓ વિશે મને સમજાવો, જેના કારણે પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, હિમાચલનું સફરજન જે તમે છીનવીને અદાણીને આપ્યું હતું, તેમાં તમારા બધા ઉમેદવારો ઘેરાઈ રહ્યા છે.
જ્યારે લોકો કોરોનામાં મરી રહ્યા હતા, ત્યારે ગંગામાં મૃતદેહોના ઢગલા પડ્યા હતા, પુત્રો તેમના માતા-પિતાને મરતા જોઈ રહ્યા હતા, તમે દેશને થાળી વગાડવાનું કેમ કહ્યું, મોબાઈલ ફોન કેમ વાપરવાનું કહ્યું હતું.
તે પછી હું પૂછીશ કે, તમે શી જિનપિંગને ઝૂલા પર ઝુલાવ્યા, સમોસા ખવડાવ્યા, તેમણે ભારતની જમીન છીનવી લીધી, તેમની સેના હજૂ પણ આપણી ધરતી પર બેઠી છે, તમે આવું કેમ કર્યું.
પછી હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછીશ કે, તેઓ અગ્નિવીર યોજના કેમ લાવ્યા, બે પ્રકારના શહીદો શા માટે લાદ્યા. અમને ગેસ સિલિન્ડરની કિંમત કહો, મોંઘવારી વિશે કહો, બેરોજગારી વિશે કહો. નરેન્દ્ર મોદી વાસ્તવિક મુદ્દાઓ પર ચર્ચા કરી શકતા નથી.
एक हफ्ता हो गया जब मैंने प्रधानमंत्री जी के साथ बहस का निमंत्रण स्वीकार किया था।
— Rahul Gandhi (@RahulGandhi) May 18, 2024
अब तक उनकी तरफ से कोई जवाब नहीं आया है। वो बस ‘मित्र मीडिया’ के पारिवारिक माहौल में ‘स्क्रिप्टेड इंटरव्यूज़’ देने में व्यस्त हैं।
क्यों मोदी जी, असली मुद्दों पर बात करने में डर लगता है क्या? pic.twitter.com/9aR6GvXOgF












Click it and Unblock the Notifications
