Lok Sabha Election 2024 : દુનિયાની સૌથી નાની મહિલા જ્યોતિ આમગેએ મતદાન કર્યુ, જાણો શું સંદેશ આપ્યો?
દેશની 102 સીટો પર લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ મતદાનમાં દુનિયાની સૌથી નાની મહિલા જ્યોતિએ પણ પોતાનો મત આપ્યો.
પહેલા ચરણમાં મહારાષ્ટ્રની પાંચ સીટો પર મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન વિશ્વની સૌથી નાની વયની મહિલાએ નાગપુર બેઠક પરથી પોતાનો મત આપ્યો છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, જ્યોતિ આમગેને વિશ્વની સૌથી નાની જીવતી મહિલા તરીકે ઓળખવામાં આવે છે. આ દરમિયાન જ્યોતિ આમગેનું નિવેદન પણ સામે આવ્યું છે.
નાગપુરમાં મતદાન કર્યા પછી તેમણે કહ્યું કે, મેં આજે મારા સમગ્ર પરિવાર સાથે મતદાન કર્યું છે. હું દરેક મતદારને પોતાનો મત આપવા અપીલ કરવા માંગુ છું, આ આપણી ફરજ છે.
કોણ છે જ્યોતિ આમગે?
જ્યોતિ આમગેનો જન્મ 16 ડિસેમ્બર 1993 ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો છે. તે એક ભારતીય અભિનેત્રી છે જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર વિશ્વની સૌથી ટૂંકી જીવતી મહિલા તરીકે જાણીતી છે. પ્રિમોર્ડિયલ ડ્વાર્ફિઝમ નામના આનુવંશિક વિકારને કારણે તેણી 62.8 સેન્ટિમીટર એટલે કે માત્ર 2 ફૂટ 3-4 ઇંચ ઉંચી છે.
2011 માં 18માં જન્મદિવસ પછી જ્યોતિને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર રીતે વિશ્વની સૌથી ટૂંકી જીવતી મહિલા જાહેર કરવામાં આવી હતી. તેણે ઘણી ડોક્યુમેન્ટ્રીમાં અભિનય કર્યો છે. તેણી 2009 ની ડોક્યુમેન્ટ્રી બોડી શોક: ટુ ફુટ ટોલ ટીન માં જોવા મળી હતી.
જ્યોતિ અમેરિકન હોરર સ્ટોરીમાં પણ જોવા મળી છે. 2014 માં તેણી અમેરિકન હોરર સ્ટોરી: ફ્રીક શો માં એક પાત્ર તરીકે જોડાઈ હતી.












Click it and Unblock the Notifications
