Lok Sabha Election 2024 : 5માં તબક્કામાં મતદાન પૂર્ણ, 5 વાગ્યા સુધીમાં 56.58 ટકા મતદાન નોંધાયુ
લોકસભા ચૂંટણીના 5માં તબક્કાનું મતદાન પુર્ણ થઈ ગયુ છે. પાંચમાં ચરણમાં પણ મતદારોમાં નિરાશા જોવા મળી. જો કે પશ્ચિમ બંગાળમાં ઉલ્ટો ટ્રેન્ડ જોવા મળ્યો છે.
5માં તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 56.58% મતદાન નોંધાયું. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 73% મતદાન નોંધાયું તો બીજી તરફ મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 48.66% મતદાન નોંધાયું.

કયા રાજ્યમાં કેટલુ મતદાન?
બિહાર - 52.35%
જમ્મુ અને કાશ્મીર - 54.21%
ઝારખંડ - 61.90%
લદ્દાખ - 67.15%
મહારાષ્ટ્ર - 48.66%
ઓડિશા - 60.55%
ઉત્તર પ્રદેશ - 55.80
પશ્ચિમ બંગાળ - 73.00%
જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીના આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 સીટો પર મતદાન નોંધાયુ હતુ. આ રાજ્યોમાં જમ્મુ કાશ્મીર સાથે સાથે મહારાષ્ટ્ર અને દિલ્હી પણ સામેલ છે.












Click it and Unblock the Notifications
