Lok Sabha Election 2024 : પહેલા ફેઝની 102 સીટો પર 2019 માં કઈ પાર્ટીને કેટલી સીટો મળી હતી?
19 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે પહેલા ચરણનું મતદાન થવા જઈ રહ્યું છે. પહેલા ચરણમાં કુલ 102 સીટો પર મતદાન થવા જઈ રહ્યુ છે.
પહેલા તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 લોકસભા બેઠકો પર મતદાન થશે. તેના પરિણામો અંતે 4 જૂને જાહેર થશે.

પ્રથમ તબક્કામાં જે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે તેમાં તમિલનાડુની તમામ 39, ઉત્તરાખંડની 5, અરુણાચલ પ્રદેશની 2, મેઘાલયની 2, આંદામાન નિકોબારની 1, મિઝોરમની 1, પુડુચેરીની 1, સિક્કિમની 1 બેઠક અને લક્ષદ્વીપની 1 સીટ સામેલ છે.
આ ઉપરાંત રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, આસામ અને મહારાષ્ટ્રની 5-5, બિહારની 4, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 3, જમ્મુ-કાશ્મીર, છત્તીસગઢ અને ત્રિપુરાની એક-એક સીટ સામેલ છે.
છેલ્લી લોકસભા ચૂંટણીની વાત કરીએ તો આ 102 સીટોમાંથી યુપીએને 45 અને એનડીએ 41 સીટો જીતી હતી. કોંગ્રેસે 65 બેઠકો પર ચૂંટણી લડી હતી, ભાજપે 60 બેઠકો પર ચૂંટણી લડી હતી જ્યારે ડીએમકેએ 24 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.
પ્રથમ તબક્કાના મતદાનમાં ઘણા વીઆઈપી નેતાઓનું ભાવી ઈવીએમમાં કેદ થવા જઈ રહ્યું છે. આ લિસ્ટમાં કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, કિરેન રિજિજુ, સર્બાનંદ સોનોવાલ, અર્જુન રામ મેઘવાલ, જિતેન્દ્ર સિંહ, બિપ્લબ દેબ, નબામ તુકી, સંજીવ બાલિયાન, એ રાજા, એલ મુરુગન, કાર્તિ ચિદમ્બરમ અને ટી દેવનાથ યાદવનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
