Lok Sabha Election 2024 : ઈન્ડિયા ગઠબંધનના પીએમ ઉમેદવાર કોણ? જાણો શું કહ્યું જયરામ રમેશે?
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી હવે અંતિમ ચરણમાં છે. બે ચરણનું મતદાન બાકી છે ત્યારે નેતાઓના વાર-પલટવાર ચાલી રહ્યા છે.
આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ઈન્ડિયા એલાયન્સના પીએમ પદના ઉમેદવાર અંગે ખુલાસો કર્યો છે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશને પૂછવામાં આવ્યું કે શું વિપક્ષ તરફથી રાહુલ ગાંધી પીએમનો ચહેરો હશે તો તેમણે કહ્યું કે, વડાપ્રધાનના નામની જાહેરાત એક પ્રક્રિયા મુજબ કરવામાં આવશે.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, આ વ્યક્તિઓ વચ્ચેની સૌંદર્ય સ્પર્ધા નથી. અમે પક્ષ આધારિત લોકશાહી છીએ. પ્રશ્ન એ છે કે કઈ પાર્ટી કે ગઠબંધનને જનાદેશ મળશે. પાર્ટીઓને બહુમતી મળે છે. પાર્ટી પસંદ કરે છે. તેનો નેતા વડાપ્રધાન બને છે.
તેમણે વધુમાં કહ્યું કે, 2004માં મનમોહન સિંહના નામની જાહેરાત 4 દિવસની અંદર કરવામાં આવી હતી. આ વખતે 4 દિવસ પણ નહીં લાગે. PMના નામની જાહેરાત 2 દિવસમાં કરવામાં આવશે. સાંસદો સાથે મળીને પસંદ કરશે. આ એક પ્રક્રિયા છે. અમે તેને પસંદ કરીશું. શોર્ટકટ લેવામાં હું નથી માનતો, અમે અહંકારી નથી, સૌથી મોટી પાર્ટીના નેતા પીએમ બનશે.
અગાઉ જયરામ રમેશે મંગળવારે કહ્યું હતું કે 4 જૂને યોજાનારી લોકસભાની ચૂંટણીમાં 2004 જેવું વાતાવરણ જોવા મળશે, કારણ કે I.N.D.I.A. બ્લોકને સ્પષ્ટ જનાદેશ મળવા જઈ રહ્યો છે અને દાવો કર્યો કે ગઠબંધનના મજબૂત પ્રદર્શનમાં પ્રાથમિક પરિબળ છે. ઉત્તર રાજ્યમાં ખૂબ જ પ્રભાવશાળી પરિવર્તન આવશે.












Click it and Unblock the Notifications
