Loksabha Election : જાણો આજની સ્થિતીએ છત્તીસગઢમાં કોનું પલ્લુ ભારે? ચૌકાવનારા આવી શકે છે પરિણામ?
ઈન્ડિયા ગઠબંધનના ઉદય પછી સત્તાધારી પાર્ટી બીજેપીમાં ખૌફનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે બીજેપીએ અત્યારથી જ ગ્રાઉન્ડ પર નેતાઓને ઉતારી દીધા છે.
રાજનીતિક વિશ્લેષકોનું માનીએ તો ઈન્ડિયા ગઠબંધનને કારણે બીજેપીને લોકસભા ચૂંટણીમાં મોટી મુશ્કેલી પડી શકે છે. આ વાતનો ઈસારો હાલમાં જ સામે આવેલા ndia TV-CNX ના ઓપિનિયન પોલમાં જોવા મળ્યો છે.

અંદરથી ગભરાહટનો માહોલ છે અને બીજેપી તેની જીતના દાવા કરી રહી છે ત્યારે TV-CNX એ લોકોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો છે. આ સર્વેમાં છત્તીસગઢના લોકોનો મૂડ જાણવા મળી રહ્યો છે.
આ ઓપિનિયન પોલ અનુસાર, આજે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાય તો બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. આ સર્વે રાજ્યોની લોકસભા બેઠકો પર કરવામાં આવ્યો છે અને તેની શરૂઆત છત્તીસગઢથી થઈ છે, અહીં 11 લોકસભા બેઠકો છે.
અહીં બીજેપીએ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી છે. આ પોલમાં જનતાને પૂછવામાં આવ્યુ કે જો આજે લોકસભાની ચૂંટણી થાય તો છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળશે?
આ પોલ અનુસાર, ચૂંટણી પરિણામોમાં બીજેપીને 46 ટકા અને કોંગ્રેસને 43 ટકા વોટ મળવાની શક્યતા છે.
આ મતની ટકાવારીને પરિણામોમાં બદલીને જોઈએ તો 11 બેઠકોમાંથી બીજેપીને 7 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસને 4 બેઠકો મળવાની સંભાવના છે.
આ પરિણામોનો મતલબ કે 2019ની સરખામણીમાં અહીં બીજેપીને બે સીટોનું નુકસાન થઈ રહ્યું છે અને કોંગ્રેસને બે સીટોનો ફાયદો થઈ રહ્યો છે.
જણાવી દઈએ કે ઈન્ડિયા ટીવી-સીએનએક્સ ઓપિનિયન પોલે જુલાઈમાં પણ આ સર્વે કર્યો હતો અને હવે તેણે ઓક્ટોબરમાં પણ સર્વે કર્યો છે અને બંને સર્વેમાં કોઈ તફાવત નથી જોવ મળ્યો.
છત્તીસગઢમાં હાલની સ્થિતી (2019 ચૂંટણી મુજબ)
બીજેપી - 50.70 ટકા
કોંગ્રેસ - 40.91 ટકા
હાલના સાંસદો
રેણુકા સિંહ - બીજેપી
ગોમતી સાંઈ - બીજેપી
ગુહરમ અજગલ્લી - બીજેપી
જ્યોત્સના ચરણદાસ મહંત - કોંગ્રેસ
અરુણ સૌ - બીજેપી
સંતોષ પાંડે - બીજેપી
વિજય બઘેલ - બીજેપી
સુનિલ કુમાર સોની - બીજેપી
ચુન્ની લાલ સાહુ- બીજેપી
દિપર બૈઝ - કોંગ્રેસ
મોહન માંડવી - બીજેપી












Click it and Unblock the Notifications
