Lok Sabha Election Result 2024 : બહુમત વગર પણ બની શકે છે INDIA એલાયન્સની સરકાર, જાણો કેવી રીતે?
લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સે નરેન્દ્ર મોદીની બીજેપી અને ઈન્ડિયા એલાયન્સને મોટો ઝટકો આપ્યો છે. બહુમતથી દુર રહેલી બીજેપી ગઠબંધનના સહારે સરકાર બનાવવા મજબુર થતી જોવા મળી રહી છે.
લોકસભા ચૂંટણીના પરિણામોમાં 400 પાર કરવાનો નારા લગાવનાર ભાજપ એકલા હાથે બહુમતી મેળવવામાં નિષ્ફળ સાબિત થઈ છે. NDA ની તમામ પાર્ટીઓ પણ માંડ 300 સુધી પહોંચતી જોવા મળી રહી છે. બીજી તરફ ઈન્ડિયા એલાયન્સ 230 સીટો જીતતું જોવા મળી રહ્યું છે. જો કે આમ છત્તા ઈન્ડિયા એલાયન્સની સરકાર બની શકે છે.

આંકડા પર નજર કરીએ તો ભાજપ પોતે બહુમતી ન મેળવી શકી હોવા છતાં એનડીએ પાસે સ્પષ્ટ જનાદેશ છે અને તે સતત ત્રીજી વખત સત્તામાં આવવા તૈયાર છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે છેલ્લી બે ચૂંટણીના નિરાશાજનક પ્રદર્શન બાદ શું 2024ના વલણોથી કોંગ્રેસ સરકાર બનાવવાની સ્થિતિમાં છે? નોંધનીય બાબત એ છે કે રાજકીય સમીકરણો જોઈએ તો આ શક્ય છે.
કેન્દ્રમાં સરકાર બનાવવા કોંગ્રેસને 272 સીટોની જરૂર પડશે, જ્યારે ટ્રેન્ડ મુજબ તે 230 સીટો પર આગળ છે. મતલબ કે કોંગ્રેસને સરકાર બનાવવા માટે વધુ 42 સીટોની જરૂર પડશે.
હવે સવાલ એ છે કે કોંગ્રેસ આ 42 બેઠકોની અછતને કેવી રીતે પૂરી કરી શકે? સૌથી પહેલા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે અન્ય રાજકીય પક્ષો અને અપક્ષો તરફ વળવું પડશે, જે લગભગ 20 બેઠકો પર આગળ છે. આ પછી જો કોંગ્રેસ મહારાષ્ટ્રમાં શિવસેના શિંદે જૂથ (7) અને NCP અજિત પવાર (1)ને મનાવવામાં સફળ થાય છે તો તેમને 8 વધુ બેઠકો મળશે.
આ રીતે કોંગ્રેસને 28 બેઠકો મળી શકે છે પરંતુ બહુમતી માટે હજુ 14 બેઠકોની જરૂર પડશે. હવે, જો કોંગ્રેસ બિહારમાં નીતિશ કુમારને પોતાની સાથે લાવે છે તો તેને 15 વધુ બેઠકો મળી શકે છે.
જેડીયુ ઘણી બેઠકો પર આગળ છે. આ પછી જો નારાજગીના કારણે ભાજપના કેટલાક સાથી પક્ષો કોંગ્રેસની છાવણીમાં જોડાય તો કેન્દ્રમાં રાહુલ ગાંધીની સરકાર બનશે તે નિશ્ચિત છે.
આ સિવાય કોંગ્રેસ પાસે ટીએમસીનો વિકલ્પ છે, કારણ કે પશ્ચિમ બંગાળમાં સીટોની વહેંચણીને લઈને મમતા બેનર્જી અને કોંગ્રેસ વચ્ચે કોઈ સહમતિ નહોતી.
આ સ્થિતિમાં મમતાએ અલગથી ચૂંટણી લડી હતી પરંતુ ભારત ગઠબંધનની સાથે હોવાની વાત કરી હતી. ટીએમસી લગભગ 31 સીટો પર આગળ ચાલી રહી છે. જો તે કોંગ્રેસ પક્ષમાં આવશે તો કોંગ્રેસની સરકાર બનશે.












Click it and Unblock the Notifications
