Lok Sabha Election Result 2024 : શરદ પવારે નીતિશ કુમાર-ચંદ્રાબાબુ નાયડુ સાથે ફોન પર વાત કરી? જાણો શું કહ્યું?
લોકસભા ચૂંટણીના પરિણામો જેમ જેમ સાફ થઈ રહ્યાં છે તેમ તેમ બીજેપીની મુશ્કેલી વધી રહી છે. 240 સુધી અટકતી જોવા મળતી બીજેપી હવે સહયોગીઓના ભરોષે છે.
બીજી તરફ અહેવાલો આવી રહ્યાં છે કે ઈન્ડિયા એલાયન્સે પણ સરકાર બનાવવા માટે આંકડો સેટ કરવાનું શરૂ કર્યુ છે. હવે આ લિસ્ટમાં નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પર તમામ લોકોની નજર છે.

ઈન્ડિયા એલાયન્સ તરફથી આ નેતાઓને ફોન કરાયા હોવાના અહેવાલ વચ્ચે શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ સાથે વાત કરી નથી.
શરદ પવારે કહ્યું કે, ભલે મેં કોઈની સાથે વાત કરી નથી, પરંતુ આગળ પણ વાતચીત થવાની આશા છે. ટ્રેન્ડ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે રામ મંદિરને લઈને જે વાતાવરણ સર્જાયું હતું, જનતાએ તેનો જવાબ આપી દીધો છે.
પરિણામોમાં બીજેપી બહુમતીથી દૂર રહ્યા પછી ચર્ચા થવા લાગી કે નીતિશ કુમાર ફરી એકવાર તેમની પાર્ટી JDU સાથે NDA છોડી શકે છે. ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની ટીડીપી માટે પણ કંઈક આવું જ કહેવામાં આવી રહ્યું છે.
જો કે, અત્યાર સુધી જેડીયુ કે ટીડીપી એક પણ સીટ જીતી શકી નથી. પરંતુ બંને પક્ષો 10થી વધુ બેઠકો પર આગળ છે. એવી અપેક્ષા છે કે તે આ બેઠકો જીતી શકે છે.












Click it and Unblock the Notifications
