Lok Sabha Election Result 2024 : અયોધ્યા-ફૈઝાબાદમાં કેમ હારી બીજેપી? આ રહ્યાં કારણો
Lok Sabha Election Result 2024 : ઉત્તર પ્રદેશની લોકસભા સીટોના પરિણામોએ બીજેપીને મોટો ઝટકો આપ્યો છે. ક્યારેક એકલા દમ ભરતી બીજેપીને ગઠબંધનના ભરોષ સરકાર બનાવવા મજપુર કરી દીધી છે.
ઉત્તર પ્રદેશમાં બીજેપી રામ મંદિરના ભરોષે પાર ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતું હવે સ્થિતી એ છે કે બીજેપી અયોધ્યા સીટ પણ હારી ગઈ છે.

22 જાન્યુઆરીએ રામ મંદિરમાં નરેન્દ્ર મોદીના વન મેન શો બાદ ભાજપે તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો. ચૂંટણી પહેલા અને ચૂંટણી દરમિયાન રામ મંદિર પર ઘણી રાજનીતિ થઈ પરંતુ અહીંની જનતાએ ભાજપને નકારી અને સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદને જીતાડી દીધા. આ પરિણામ પાછળ કેટલાક સ્પષ્ટ કારણો છે.
ભાજપે અયોધ્યાથી લલ્લુ સિંહને ઉમેદવાર બનાવ્યા હતા, જ્યારે તેમના વિસ્તારના લોકો લલ્લુથી ખૂબ નારાજ હતા. જનતાને ભાજપમાં વિશ્વાસ હતો પણ તેના ઉમેદવાર લલ્લુ સિંહમાં નહીં. જેનું પરિણામ સામે છે. ભાજપની આ શરમજનક હારના રૂપમાં લલ્લુ સિંહ પ્રત્યે લોકોનો ગુસ્સો બહાર આવ્યો.
અયોધ્યા-ફૈઝાબાદ હારવાનું બીજું કારણ એ હતું કે ભાજપે એવા વ્યક્તિને મેદાનમાં ઉતાર્યા જે અગાઉ 10 વર્ષ સુધી સાંસદ રહી ચૂક્યા હતા. ભાજપના સ્થાનિક નેતાઓએ લલ્લુ સિંહને બદલે બીજેપીના અન્ય કોઈ નેતાને તક આપવા દબાણ કર્યું પરંતુ ભાજપની ટોચની નેતાગીરીએ સાંભળ્યું નહીં, જેના પરિણામે ભાજપને આ શરમજનક હાર મળી હતી.
અયોધ્યામાં રામ મંદિર બનાવીને આ સીટ જીતવા અંગે ભાજપને ભરોસો હતો. પીએમ મોદીના ચહેરા પર ભાજપને જીતનો વિશ્વાસ હતો પરંતુ અયોધ્યા-ફૈઝાબાદની જનતા પર ભાજપનો આ વિશ્વાસ ખોટો સાબિત થયો.
લલ્લુ સિંહ પર આ વિસ્તારમાં જમીન ખરીદવા અને તેને ઊંચા ભાવે વેચવાનો પણ આરોપ છે. યાદ રહે રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જમીન વેચાણનો મુદ્દો જોર પકડ્યો હતો.
ભાજપે અયોધ્યા-ફૈઝાબાદ લોકસભા સીટ ગુમાવવાનું સૌથી મોટું કારણ એ હતું કે સપાની સરખામણીમાં ભાજપ અહીં જાતિ સમીકરણ ઉકેલવામાં નિષ્ફળ રહ્યું. સમાજવાદી વડા અખિલેશ યાદવ રામનગરી અયોધ્યા-ફૈઝાબાદ લોકસભા બેઠક પર પછાત દલિતો અને લઘુમતીઓને એક કરવામાં સફળ થયા, જે ભાજપની હારનું મુખ્ય કારણ બની. અહીં પછાત દલિત લઘુમતી એટલે કે પીડીએ મતોના રૂપમાં સપા પર ઘણો પ્રેમ વરસાવ્યો અને તે આટલી મોટી જીતમાં પરિવર્તિત થઈ.












Click it and Unblock the Notifications
