For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lok Sabha Results 2019: આ દેશનો મૂડ છે કે કોઈ ગરબડ છે

લોકસભાની ચૂંટણીના પરિણમા આવી ચૂક્યા છે, ત્યારે જો કોઈ એમ કહે કે આ દેશનો મૂડ છે, અને બીજી વાતનો કોઈ અર્થ નથી તો તે સાચી વાત છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના પરિણમા આવી ચૂક્યા છે, ત્યારે જો કોઈ એમ કહે કે આ દેશનો મૂડ છે, અને બીજી વાતનો કોઈ અર્થ નથી તો તે સાચી વાત છે. વિપક્ષના તમામ અનુમાન અને દાવા ચૂંટણી પરિણામ પહેલા જે હતા, તે ખોટા સાબિત થઈ રહ્યા છે. સત્તાપક્ષની તમામ વાતો અક્ષરશઃ સાચી સાબિત થઈ છે. પીએમ મોદી અને ભાજપના વિરોધનું ગણિત સમજનાર જાકીય પંડિતો અને વિશ્લેષકો પણ એ ન જાણી શક્યા કે મતદાતાઓના મનમાં શું ચાલી રહ્યું છે. જે મૌન દેખાતું હતું તે આટલું પાટશે તેનો અંદાજ માત્ર ગણતરીના લોકો જ લગાવી શક્યા.

આ પણ વાંચો: રાહુલ ગાંધીની આ 10 ભૂલો કોંગ્રેસને ભારે પડી

એક્ઝિટ પોલમાં હતા જીતના સંકેત

એક્ઝિટ પોલમાં હતા જીતના સંકેત

એક્ઝિટ પોલને લઈ જે દાવા કરાઈ રહ્યા, તે તમામ ખોટા સાબિત થયા. લોકો કહેતા હતા કે એક્ઝિટ પોલ ક્યારેક જ સાચા સાબિત થાય છે. સંખ્યાબંધ લોકોને એવું હતું કે ફરી એકવાર ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. પરંતુ આવું કંઈ જ ન થયું. એક્ઝિટ પોલ બિલકુલ બરાબર સાબિત થયા અને તમામ એક્ઝિટ પોલમાં હવે ભૂલ કાઢવી એ રાંડ્યા પછીના ડહાપણ સમાન છે. સર્વે ભલે ગમે તેટલા સાયન્ટિફિક રીતે થતો હોય પરંતુ હંમેશા એવું જ માનવામાં આવે છે કે તે મોટા બાગે અનુમાનો પર થાય છે. પરંતુ હવે કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ કે એક્ઝિટ પોલ સંપૂર્ણ રીતે સાચા સાબિત થઈ શકે છે.

ભાજપ માટે મોટી જીત

ભાજપ માટે મોટી જીત

અત્યાર સુધી જેટલી ચૂંટણી થ છે, તેમાં આ પ્રકારની મોટી જીત ક્યારેક જ નોંધાઈ હશે. જ્યારે પણ આવું કંઈ થયું ત્યારે કારણ જુદા રહ્યા છે. જેમ કે એ મોટી જીત તરીકે રાહુલ ગાંધીનો વિજય યાદ રાખવામાં આવે છે. પરંતુ તેને પણ સહાનુભૂતિનું પરિણામ માનવામાં આવે છે. એટલે કે કોઈ નેતા, પાર્ટી કે મુદ્દાના આધારે આવી જીત હજી સુધી ક્યારેય જોવા નથી મળી. આ એક નવો ઈતિહાસ છે. આ ચૂંટણીમાં એક નેતા, એક પાર્ટી અને તેમના મુદ્દા મતદારોના મનમાં સંપૂર્ણ રીતે હાવી દેખાયા છે. તેમના સિવાય દૂર દૂર સુધી કોઈ નેતા કે પાર્ટી ટકી નથી શકી. આ રીતે પણ આ એક અલગ ચૂંટણી હતી. જેમાં એવું લાગ્યુ કે જનતા ન તો વિપક્ષને સાંબળવા તૈયાર હતી, ન તો માનવા. જનતાએ પહેલાથી જ મન બનાવી લીધું હતું. જનતાના મનમાં સ્પષ્ટ હતું કે મત કોને આપવાનો છે.

આ છે ઐતિહાસિક જનાદેશ

આ છે ઐતિહાસિક જનાદેશ

2014ની ચૂંટણીમાં તેની ઝલક દેખાઈ હતી, જ્યારે ભાજપને પહેલીવાર સ્પષ્ટ બહુમતી મળી હતી. આઝાદી બાદના ઇતિહાસમાં બિન કોંગ્રેસી પાર્ટીને લોકસભામાં આટલો મોટો જનાદેશ મળવાની આ પહેલી ઘટના હતી. આ પહેલા લોકો માન નહોતા શક્તા કે આવું પરિણામ આવી શકે છે. પરંતુ આ થયું. તે વખતે પણ દાવો કરાયો હતો કે હવે ભારત કોંગ્રેસ મુક્ત થતું દેખાઈ રહ્યું ચે. પોતાના ઇતિહાસમાં પહેલીવાર કોંગ્રેસ માત્ર 44 બેઠકો પર સમેટાી હતી. પરંતુ બાદમાં એવી ચર્ચા હતી કે 2019માં તો કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે. પરંતુ આ માહોલ ક્યારેય બન્યો જ નહીં. હાલના રાજકીય માહોલમાં કોંગ્રેસ ભાગ્યે જ પાછી ફરી શકે તેવું દેખાય છે.

જનતાએ વિપક્ષ પર ન આપ્યું ધ્યાન, એક પ7ને જનાદેશ

જનતાએ વિપક્ષ પર ન આપ્યું ધ્યાન, એક પ7ને જનાદેશ

આ ચૂંટણીએ એ વાત પણ સાબિત કરી કે દેશમાં બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોની ખરાબ સ્થિતિ અને આત્મહત્યા, મોબલિંચિંગ, લોકોમાં અસુરક્ષા, ઈનટોલરન્સ જેવા કોઈ મુદ્દા જ નથી. જનતાને આ વાતની ચિંતા હોય તે કદાચ કોઈ બીજો જમાનો હશે. હવે કોઈ તેના પર ધ્યાન થી આપતું. એટલે જ તો મતદારોએ વિપક્ષની વાત પર ધ્યાન ન આપીને એનડીએને પૂર્ણ બુહમત આપ્યો છે. તેની પાચળ બે જ કારણ હોઈ શકે છે. પહેલું એ કે જનતા આ બધાને મુદ્દા નથી માનતી પરંતુ તેની નજરમાં આ તમામ સમસ્યા હલ થઈ ચૂકી છે. બીજું એ કે આ મુદ્દા હવે એવા મુદ્દા સામે આવી ચૂક્યા છે, જેમને પૂરા કરવા જનતા માટે મહત્વના બની ચૂક્યા છે. આ ઉપરાંત લોકોને પોતાના માટે એક એવું કરિશ્માઈ નેતૃત્ત્વ જોઈતું હતું જેના માટે કશું જ અશક્ય ન હોય. એવી પાર્ટી જે અનુશાસન માટે જાણીતી હોય. એવો દેશ જોઈતો હતો જેનો ડંકો આખી દુનિયામાં વાગે અને જેની સામે આખી દુનિયા નતમસ્તક થવા મજબૂર તઈ જાય. આ સંદેશ ભારતીય મતદારોએ આખા દેશ સહિત દુનિયાને આપવાની કોશિશ કરી છે. એટલે દરેક વ્યક્તિ એ આ વાત સ્વીકારવી જોઈએ અને લોકશાહીમાં આ જ મહત્વનું છે કે દરેકને કોઈના પર ભરોસો હોય.

EVM અને VVPATને લઈ હોબાળો થયો બેકાર

EVM અને VVPATને લઈ હોબાળો થયો બેકાર

હવે એ વાત પણ મહત્વની નથી કે ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચનું વર્તન કેવું રહ્યું, તેમણે શું શું કર્યું અને શું ન કર્યું. ઈવીએમ અને વીવીપેટને લઈ થેયલો હોબાળો પણ બેકાર સાબિત થઈ ચૂક્યો છે. આ વાતને મુદ્દો બનાવી વિપક્ષ એ જણાવવાની કોશિશ કરતો હતો કે ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ નથી થી રહી. પરંતુ હવે આ તમામ વાતો કોઈ કામની નથી. હજી બે દિવસ પહેલા જ વિપક્ષે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરીને પોતાની માગ રજૂ કરી હતી, જેને પંચે ફગાવી દીધી હતી. વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી, જ્યાં તેમની વાત સાંબળવામાં આવી, કેટલીક માંગ આંશિક રીતે સ્વીકાર પણ કરાઈ. જો કે એ વાત અલગ છે કે તેનાથી વિપક્ષને સંતોષ ન થયો.

ભારતની લોકશાહીમાં લોકોનો અતૂટ વિશ્વાસ

ભારતની લોકશાહીમાં લોકોનો અતૂટ વિશ્વાસ

વિપક્ષની એક્તા અને ગઠબંદનને જનતાએ એટલું ન સ્વીકાર્યું જેટલી વિપક્ષને આશા હતી. જ્યાં એક તરફ વિપક્ષ એકલો લડ્યો, ત્યાં પણ કંઈ ઉકાળી ન શક્યો. વિપક્ષની તમામ આશાઓ એટલે અધૂરી રહી કે મતદારોએ તેમને સાંભલ્યા જનહીં. જેની સામે સત્તા પક્ષ માટે તો હવામાં ઉડવા જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ એ સ્પષ્ટ થયું કે દેશનો મૂડ શું છે અને તેઓ કઈ રીતે વિચારી રહ્યા છે. હાલની સ્થિતિમાં જો તોની કોઈ શક્યતા નથી. ફક્ત એક જવાત મહત્વની છે કે જનાદેશને સ્વીકાર કરો અને લોકશાહીને મજબૂત કરવા માટે તૈયાર થઈ જાવ. આ એ જ ભારતની લોકશાહી છે, જેમાં લોકોને અત્યાર સુધી અતૂટ વિશ્વાસ રહ્યો છે. અને આગળ પણ ટકી રહે તેવી આસા. લોકશાહીને કોઈ કિમત પર કમજોર ન થવા દેવી જોઈએ, આ જ વિશ્વાસ સાથે આગળ વધવું જરૂરી છે.

English summary
lok sabha election results 2019 this is the mood of nation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X