For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અખિલેશ યાદવ વિના આ 6 બેઠકો પર માયાવતીની પાર્ટી BSP હારી જતી

માયાવતીએ પેટા ચૂંટણીમાં અખિલેશ યાદવની પાર્ટી સાથે ગઠબંધન તોડતા સમયે દાવો કર્યો હતો કે, બસપાને તેમના બેઝ વોટર્સનો સાથ નથી મળ્યો.

|
Google Oneindia Gujarati News

માયાવતીએ પેટા ચૂંટણીમાં અખિલેશ યાદવની પાર્ટી સાથે ગઠબંધન તોડતા સમયે દાવો કર્યો હતો કે, બસપાને તેમના બેઝ વોટર્સનો સાથ નથી મળ્યો. એટલે બસા સુપ્રીમોએ બદાયું, ફિરોઝાબાદ અને ક્ન્નૌજમાં મુલાયમ સિંહના પરિવારના લોકોની હારનું પણ ઉદાહરણ આપ્યું પરંતુ જો યુપીમાં બસપાને 10 બેઠકો પર મળેતા પરિણામનું વિશ્લેષણ કરીએ તો બહેનજીનો દાવો ખોટો સાબિદ થાય છે. વિશ્લેષણમાં સામે આવ્યું છે કે જો આ લોકસબાની ચૂંટણીમાં બસપા, સપા સાથે ગઠબંધન ના કર્યું હોત તો 10માંથી 6 બેઠકો પર હાર નક્કી હતી.

આ પણ વાંચો: 13 પક્ષોને મળી એક સીટ, 617 પક્ષોનું ખાતું પણ ન ખુલ્યુ

માયાવતીનો દાવો ખોટો

માયાવતીનો દાવો ખોટો

આ લોકસભાની ચૂંટણીમાં પરિણામ ભલે માયાવતીને તેમની આશા પ્રમાણે ન લાગી રહ્યા હોય, પરંતુ ચૂંટણીના પરિણામો પર ધ્યાનથી જોઈએ તો ગઠબંધનનો ફાયદો ફક્ત તેમને જ મળ્યો છે. જો સપા અને બસપા જુદા જુદા ચૂંટણી લડ્યા હોત તો સૌથી વધુ નુક્સાન માયાવતીને જ હતું. બેઠક પ્રમાણે જોઈએ તો 2009માં લોકસભાની ચૂંટણીમાં બસપાએ સૌથી સારુ પ્રદર્શન કર્યું હતું. આ વખતનું પ્રદર્શન તેમનું બીજા નંબરનું સારું પ્રદર્શન છે. 2009માં યુપીમાં બસપાની સરકાર હતી અને માયાવતીની લોકપ્રિયતા ચરમસીમા પર હતી ત્યારે બસપાને લોકસભામાં 20 બેઠકો મળી હતી. આ વખતે વિધાનસબામાં બસપા ત્રીજા નંબરનો પક્ષ છે, તેમ છતાંય 10 બેઠકો પર જીત મળી છે. 2014માં માયાવતીની પાર્ટીનું ખાતું પણ નહોતુ ખુલ્યું અને તેમને રાજ્યસભામાં જવા બીજાની મદદ લેવી પડી હતી.

ગઠબંધન વગર આ છ બેઠકો હારી જાત બસપા

ગઠબંધન વગર આ છ બેઠકો હારી જાત બસપા

સૌથી ખાસ વાત એ છે કે જે 10 લોકસબા બેઠકો પર બસપા જીતી છે, તેમાંથી 5 પર 2014ની ચૂટણીમાં સપા બીજા નંબરે રહી હતી .એટલે કે અખિલેશ યાદવે ભાજપને હરાવવા માટે જ બસપા સાથે ગઠબંધન કરીને આ બેઠકો પર પોતાનો દાવો છોડ્યો હતો. બીજી રીતે કહીએ તો જો આ બેઠક પર સપાના ઉમેદવારો હોત, તો તેમની જીત નક્કી હતી. દાખલા તરીકે પશ્ચિમ યુપીની બિજનોર બેઠક. 2014માં બસપાએ મલૂક નાગરને ભાજપ અને સમાજવાદી પાર્ટી સામે ચૂંટણી લડાવ્યા હતા, જે ત્રીજા નંબરે રહ્યા હતા. જ્યારે નગીનાની અનામત બેઠક પર સપાના યશવીર સિંહ, બસપાના ગિરિશ ચંદ્રા કરતા આગળ રહ્યા હતા. આ વખતે યાદવ, જાટ અને મુસલમાન ત્રણેયના ભેગા વોટ મળવાને કારણે જનાગર અને ચંદ્રા ચૂંટણી જીત્યા છે. બિજનૌર અને નગીના વાળું જ સમીકરણ અમરોહા, શ્રાવસ્તી, લાલગંજ અને ગાઝીપુરમાં ચાલ્યું છે. અને મહાગઠબંધનના સંયુક્ત મતોએ જ બહેનજીની પાર્ટીને જીત અપાવી છે.

કેમ ખોટા દાવા કરી રહી છે માયાવતી?

કેમ ખોટા દાવા કરી રહી છે માયાવતી?

માયાવતીએ જે રીતે અખિલેશને ગાજર આપ્યું છે, તે જોતા રાજકીય ગલીઓમાં ચર્ચા શરૂ થઈ ચૂકી છે. સીબીઆઈથી લઈને સીએમની ખુરસી સુધી અને રાજ્યસભામાં એન્ટ્રી સુધીના સમીકરણો ચર્ચાઈ રહ્યા છે. એક પોલિટિકલ એનાલિસ્ટ અશોક ત્રિપાઠીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યુ, 'માયાવતીના અહંકારમાં જ સહયોગી પાર્ટીથી અચાનક અલગ થવાનો ઈતિહાસ રહ્યો છે અને તેમણે અખિલેશ સાથે ફરી આવું કહ્યું છે.' એટલે કે એક રીતે તેમણે સમાજવાદી પાર્ટીનો ઉપયોગ કર્યો છે અને ફાયદો ઉઠાવ્યા બાદ દોષ અખિલેશ યાદવને આપી રહી છે.

English summary
lok sabha elections 2019 according to analysts bsp chief mayawati uses samajwadi party for election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X