દિલ્હીમાં હોળી પછી ભાજપનું ચૂંટણી પ્રચાર અભિયાન શરુ થશે

ભારતીય જનતા પાર્ટી હોળી પછી દિલ્હીમાં ચૂંટણી પ્રચાર અભિયાન શરુ કરશે.

ભારતીય જનતા પાર્ટી હોળી પછી દિલ્હીમાં ચૂંટણી પ્રચાર અભિયાન શરુ કરશે. ગૃહમંત્રી રાજનાથ સિંહ અને રક્ષામંત્રી નિર્મલા સીતારમન સહીત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઘ્વારા ઘણી સાર્વજનિક બેઠકો 24 અને 26 માર્ચે આયોજિત કરવામાં આવશે. આ નિર્ણય મંગળવારે પાર્ટીની બેઠકમાં વરિષ્ઠ નેતાઓ ઘ્વારા લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: RJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે

ભાજપા નેતાઓએ ચૂંટણી પ્રચાર માટે હાલના સમયને અશુભ ગણાવ્યો

ભાજપા નેતાઓએ ચૂંટણી પ્રચાર માટે હાલના સમયને અશુભ ગણાવ્યો

પાર્ટી સૂત્રો અનુસાર બધા જ જિલ્લા અને સંસદીય વિસ્તારોમાં ચૂંટણી પ્રબંધક સમિતિ પણ બનાવવામાં આવશે. 23 માર્ચે બેઠક કરીને બધી જ સમિતિઓનું ગઠન કરવામાં આવશે. દિલ્હી ભાજપા મહાસચિવ રાજેશ ભાટિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે હોળી પછી પ્રચાર અભિયાન શરુ કરીશુ કારણકે હાલનો સમય શુભ કામ માટે અશુભ માનવામાં આવે છે. દિલ્હી ભાજપા અધ્યક્ષ મનોજ તિવારી સાથે રાજનાથ સિંહ પૂર્વોત્તર દિલ્હીમાં જનસભા સંબોધિત કરશે.

રાજનાથ સિંહ સહીત ઘણા દિગ્ગજોની રેલી

રાજનાથ સિંહ સહીત ઘણા દિગ્ગજોની રેલી

પર્યાવરણ મંત્રી અને ચાંદની ચોકથી સાંસદ હર્ષવર્ધન અને નવી દિલ્હીથી સાંસદ મિનાક્ષી લેખી રેલીઓ સંબોધિત કરશે. તેમની રેલીઓ પૂર્વ અને પશ્ચિમ દિલ્હીમાં થશે. 24 માર્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ અનિલ જૈન, પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રા અને જેએસ પાવૈયા, દિલ્હી ચૂંટણીના સહપ્રભારી પણ જનસભાઓ સંબોધિત કરશે. ડોર-ટુ-ડોર અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટી સામે ભાજપનો પ્લાન

આમ આદમી પાર્ટી સામે ભાજપનો પ્લાન

જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપા વિધાયક વિજેન્દ્ર ગુપ્તા અને દક્ષિણ દિલ્હી સાંસદ રમેશ બિધુડી આમ આદમી પાર્ટી વિરુદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ ચૂંટણી પંચને કરશે. વિજેન્દ્ર ગુપ્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ એક ગાય અને વાછરડાની ફોટોનો દુરુપયોગ કરી રહ્યા છે અને જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X