For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે

બિહાર મહાગઠબંધનમાં બધા જ દળો વચ્ચે સીટોની વહેંચણી અંગે મામલો ફસાયો છે. ગઠબંધન નેતાઓ વચ્ચે સતત ચાલી રહેલી બેઠકો છતાં પણ સીટોની વહેંચણી પર વાત નથી બની રહી.

|
Google Oneindia Gujarati News

બિહાર મહાગઠબંધનમાં બધા જ દળો વચ્ચે સીટોની વહેંચણી અંગે મામલો ફસાયો છે. ગઠબંધન નેતાઓ વચ્ચે સતત ચાલી રહેલી બેઠકો છતાં પણ સીટોની વહેંચણી પર વાત નથી બની રહી. હવે ખબર આવી રહી છે કે રાજદ અને કોંગ્રેસ વચ્ચે સીટોની વહેંચણી ફોર્મ્યુલા નક્કી થઇ ગયો છે. રાજદ નેતા તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીની મુલાકાત પછી આ ડીલ નક્કી થઇ શકે છે. ત્યારપછી સીટોની વહેંચણી અંગે ઘોષણા કરી દેવામાં આવશે. આ પહેલા સોમવારે રાજદે કોંગ્રેસને 8 સીટો આપવાની વાત કહી હતી.

આ પણ વાંચો: આપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર

રાજદ બિહારમાં 19 સીટો પર ચૂંટણી લડી શકે છે

રાજદ બિહારમાં 19 સીટો પર ચૂંટણી લડી શકે છે

સૂત્રો ઘ્વારા ખબર આવી રહી છે કે રાજદ બિહારમાં 19 સીટો પર ચૂંટણી લડી શકે છે જયારે કોંગ્રેસ પાસે 9 સીટો આવી શકે છે, પરંતુ કોંગ્રેસ હજુ એક સીટની ડિમાન્ડ કરી રહી છે. ભાકપા, કન્હૈયા કુમારને બેગુસરાયથી મેદાનમાં ઉતારવા માંગે છે. સૂત્રો અનુસાર સીટ વહેંચણી અનુસાર તેના પર કોઈ ચર્ચા નથી થઇ, પરંતુ ત્યારપછી આ સીટ કન્હૈયા કુમાર માટે છોડવાની સંભાવના પણ છે.

કોંગ્રેસની 11 સીટોની ડિમાન્ડ જેને ઘટાડીને 9 કરી: સૂત્ર

કોંગ્રેસની 11 સીટોની ડિમાન્ડ જેને ઘટાડીને 9 કરી: સૂત્ર

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહાગઠબંધનમાં બધા જ દળો વચ્ચે સીટોની વહેંચણી લગભગ નક્કી થઇ ચુકી છે. બધા જ દળો વચ્ચે સીટોની સહમતી બની ચુકી છે. સૂત્રો અનુસાર રાજદના સખત વલણ પછી કોંગ્રેસે સીટોની ડિમાન્ડ 11 થી ઘટાડીને 9 કરી દીધી છે. ખબર આવી રહી છે કે જે સીટોથી કોંગ્રેસે દાવેદારી છોડી છે તે સીટો સીપીઆઇ-એમએલ પાસે જશે. આ ગઠબંધનમાં ઉપેન્દ્ર કુશવાહની પાર્ટીને 4 સીટ મળી શકે છે જયારે જીતન રામ માંઝીની પાર્ટીને 2, શરદ યાદવની પાર્ટીને 2 અને મુકેશ સાહનીની પાર્ટીને 1 સીટ આપવામાં આવશે.

9 સીટો પર કોંગ્રેસ

9 સીટો પર કોંગ્રેસ

આપને જણાવી દઈએ કે ગઠબંધનની 40 સીટો પર સહમતી બની રહી ના હતી. શરૂઆતમાં કોંગ્રેસે 15 સીટોની માંગ કરી હતી પરંતુ અંતે પાર્ટી 11 સીટો પર અડગ રહી. કોંગ્રેસનું વલણ જોઈને રાજદે પણ આકરું વલણ દાખવતા તેમને 8 સીટો આપવાની વાત કહી. પરંતુ હવે વાતચીત પછી બંને બંને વચ્ચે સહમતી બની રહી છે.

English summary
RJD may keep 19 seats in bihar, 9 for Congress in alliance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X