For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે એનડીએ નેતાઓને ડિનર પર બોલાવ્યા, કાલે કેબિનેટ બેઠક થશે

લોકસભા ચૂંટણીના સાતે તબક્કાનું મતદાન પૂરું થઇ ગયું છે. મતદાન પૂરું થયા પછી મોટાભાગના એક્ઝીટ પોલમાં ભાજપના નેતૃત્વના એનડીએ ગઠબંધનને બહુમત મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના સાતે તબક્કાનું મતદાન પૂરું થઇ ગયું છે. મતદાન પૂરું થયા પછી મોટાભાગના એક્ઝીટ પોલમાં ભાજપના નેતૃત્વના એનડીએ ગઠબંધનને બહુમત મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ખબર આવી રહી છે કે અમિત શાહે એનડીએ નેતાઓ માટે કાલે (મંગળવારે) ડિનર પાર્ટીનું આયોજન કર્યું છે, જેમાં સરકારના બધા જ મંત્રીઓ શામિલ થશે.

આ પણ વાંચો: જે 3 રાજ્યોથી નક્કી થવાની છે સરકાર ત્યાં એક્ઝીટ પોલ બતાવી રહ્યુ છે મોટુ અંતર

એનડીએ નેતાઓની બેઠક

ન્યુઝ એજેન્સી એએનઆઈ અનુસાર મંગળવારે એનડીએ નેતાઓની બેઠક થઇ શકે છે. ભાજપા અધ્યક્ષ અમિત શાહની એનડીએ નેતાઓ સાથે ડિનર પર મુલાકાત થશે, જયારે કેન્દ્રીય કેબિનેટ બેઠક પણ કાલે થવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે કાલે 19 મેં દરમિયાન લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થયું છે અને 23 મેં દરમિયાન પરિણામ જાહેર કરવામાં આવશે.

એક્ઝીટ પોલમાં એનડીએ સરકાર બનતી જોવા મળી રહી છે

એક્ઝીટ પોલમાં એનડીએ સરકાર બનતી જોવા મળી રહી છે

આપને જાણાવી દઈએ કે રવિવારે સાંજે વોટિંગ પત્યા પછી એક્ઝીટ પોલમાં એનડીએ સરકાર બનતી જોવા મળી રહી છે. મોટાભાગના પોલમાં એનડીએ બહુમત મેળવશે, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એક્ઝીટ પોલ અંગે વિપક્ષી દળો ઘ્વારા પણ પ્રતિક્રિયા આવી રહી છે. તેમને આ એક્ઝીટ પોલ ખોટા ગણાવ્યા છે.

વિપક્ષી દળો ઘ્વારા પણ રણનીતિ

વિપક્ષી દળો ઘ્વારા પણ રણનીતિ

ચૂંટણી પરિણામો પહેલા સરકાર બનાવવા અંગે વિપક્ષી દળો ઘ્વારા પણ રણનીતિ બનાવવામાં આવી રહી છે. આંધ્રપ્રદેશ સીએમ ચંદ્રાબાબુ નાયડુએ સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા અધ્યક્ષ માયાવતી સાથે મુલાકાત કરી હતી જયારે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પણ એક બેઠક બોલાવી છે. લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા બધી જ પાર્ટીઓ પોતાની જીતના દાવાઓ કરી રહ્યા છે. એક તરફ કોંગ્રેસ યુપીએ નેતૃત્વમાં સરકાર બનાવવાના દાવા કરી રહી છે, જયારે બીજી બાજુ ભાજપા પણ ફરી સરકારમાં આવવાના દાવા કરી રહી છે.

English summary
Lok sabha elections 2019: BJP President Amit Shah to host a dinner for NDA leaders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X