For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે જયાપ્રદા પર કેસ નોંધાયો, માયાવતી માટે વિવાદિત નિવેદન આપ્યું

યુપીની રામપુર લોકસભા સીટ પર ત્રીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર હવે અટકી ગયો છે અને આ સીટ પર મંગળવારે મતદાન થશે.

|
Google Oneindia Gujarati News

યુપીની રામપુર લોકસભા સીટ પર ત્રીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર હવે અટકી ગયો છે અને આ સીટ પર મંગળવારે મતદાન થશે. રામપુરમાં સપા-બસપા અને આરએલડી મહાગઠબંધન ઉમેદવાર આઝમ ખાન ભાજપા ઉમેદવાર જયાપ્રદા પર કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી પછી આ સીટ ચર્ચામાં આવી હતી. આઝમ ખાનના અભદ્ર નિવેદન પર ખુબ જ બબાલ મચ્યો હતો અને તેમના પર કેસ પણ નોંધાયો હતો. હવે આ મામલે એક નવો વળાંક આવ્યો છે. ચૂંટણી પંચે હવે વિવાદિત નિવેદન આપવા બદલ જયાપ્રદા પર પણ કેસ નોંધ્યો છે. ખરેખર આઝમ ખાનના વિવાદિત નિવેદન પછી જયાપ્રદાએ બસપા સુપ્રીમો માયાવતી પર વિવાદિત ટિપ્પણી કરીં હતી.

આ પણ વાંચો: આઝમના 'ખાખી અંડરવિયર'વાળા નિવેદન પર શું બોલી નાની વહુ અપર્ણા યાદવ

જયાપ્રદાએ માયાવતી માટે કંઈક આવું કહ્યું

જયાપ્રદાએ માયાવતી માટે કંઈક આવું કહ્યું

ખરેખર રામપુરમાં સપા અને બસપાની સંયુક્ત રેલી થયા પછી જયાપ્રદાએ નિવેદન આપ્યું કે, આઝમ ખાને મારા માટે જે ટિપ્પણી કરી છે, તેના પછી માયાવતીજી તમારે વિચારવું જોઈએ કે તેમની એક્સ-રે જેવી આખો તમારા ઉપર પણ ક્યાં ક્યાં નજર રાખતી હશે. જયાપ્રદા ઘ્વારા આપવામાં આવેલા નિવેદન પછી ચૂંટણી પંચે તેમની કેસ નોંધ્યો છે.

આઝમ ખાન પર પણ કેસ નોંધાઈ ચુક્યો છે

આઝમ ખાન પર પણ કેસ નોંધાઈ ચુક્યો છે

ભાજપા ઉમેદવાર જયાપ્રદા પર અભદ્ર ટિપ્પણી કરવા માટે આઝમ ખાન વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલો ચૂંટણી પંચે પણ ગંભીરતાથી લીધો છે. આપને જણાવી દઈએ કે આઝમ ખાને એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે, જેને આંગળી પકડીને અમે રામપુર લઈને આવ્યા અને તમે 10 વર્ષ જેમની પાસે પ્રતિનિધત્વ કરાવ્યું, તેમની અસલિયત સમજવામાં તમને 17 વર્ષ લાગ્યા પરંતુ હું 17 દિવસમાં ઓળખી ગયો હતો કે તેમનું.... રામપુરની જે રેલીમાં આઝમ ખાને આ શર્મનાક ટિપ્પણી કરી, તે સમયે મંચ પર સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પણ હાજર હતા.

હું રામપુર નહિ છોડું: જયાપ્રદા

હું રામપુર નહિ છોડું: જયાપ્રદા

આઝમ ખાન પર પ્રહાર કરતા જયા પ્રદાએ કહ્યું કે આ કેવા પ્રકારનો ભાઈ છે, કોઈ પણ ભાઈ તેની બહેનના અંદરના અને બહારના કપડાં નહીં જુવે. આ જે રીતે સ્ત્રીઓના કપડાને જુવે છે કે તે શુ પહેરે છે, અંદર શુ પહેરે છે, બહાર શુ પહેરે છે, તે યોગ્ય નથી. જયા પ્રદાએ કહ્યું કે હું દિલથી રાજનીતિ કરું છું, દિમાગથી નહીં. હું મોદીજીના કહેવા પર ફરી સક્રિય રાજનીતિમાં આવી છું. આ જનતાનો આવાઝ છે, એટલા માટે હું રામપુર આવી છું. મને વિશ્વાસ છે કે મેં કોઈ ખોટું કામ નથી કર્યું, દરેક ધર્મનું હું સમ્માન કરું છું. આ ચૂંટણીના સૌથી મોટા મુદ્દા વિશે જણાવતા જયા પ્રદાએ કહ્યું કે રોજગાર અને મહિલા સમ્માન અને સુરક્ષા ચૂંટણીના મોટા મુદ્દાઓ છે.

ગરીબી મોટી સમસ્યા

ગરીબી મોટી સમસ્યા

જયા પ્રદાએ કહ્યું કે જયારે હું પહેલીવાર રામપુર આવી ત્યારે મને ખુબ જ ખરાબ લાગ્યું. ગરીબીને કારણે લોકો ઘણી મુસીબતનો સામનો કરી રહ્યા છે. ત્યારપછી મેં વિચાર્યું કે હું લોકો માટે કામ કરીશ. આપને જણાવી દઈએ કે જયા પ્રદા રામપુરથી આઝમ ખાન વિરુદ્ધ ચૂંટણી લડી રહી છે. બંને વચ્ચે તીખા પ્રહારો પણ ચાલુ જ છે.

English summary
Lok Sabha Elections 2019: Case Registered Against BJP Candidate Jaya Prada
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X