અમેઠીમાં રાહુલ ગાંધીના માથા પર 7 વાર લેઝરથી ટાર્ગેટ કરાયુ, સ્નીપર રાઈફલની શંકા

કોંગ્રેસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના જીવને જોખમ હોવાનું જણાવીને તેમની સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની માંગ કરી છે.

કોંગ્રેસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના જીવને જોખમ હોવાનું જણાવીને તેમની સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની માંગ કરી છે. કોંગ્રેસે અમેઠીમાં રાહુલ ગાંધીના નામાંકન દરમિયાન સુરક્ષામાં ચૂકની વાત કહી છે. અહેમદ પટેલ, જયરામ રમેશ અને રણદીપ સુરજેવાલાએ ગૃહમંત્રી રાજનાથ સિંહને લખેલા પત્રમાં કહ્યુ છે કે લેઝર લાઈટ દ્વારા અમેઠીમાં રાહુલને નિશાન બનાવવાની કોશિશ થઈ કે જે સ્નીપર રાઈફલની હોઈ શકે છે માટે કેન્દ્ર મામલાની તપાસ કરે.

રાહુલ ગાંધીના માથા પર લીલા રંગના લેઝરથી ટાર્ગેટ કરવામાં આવ્યુ

રાહુલ ગાંધીના માથા પર લીલા રંગના લેઝરથી ટાર્ગેટ કરવામાં આવ્યુ

કોંગ્રેસ નેતાઓએ પોતાના પત્રમાં કહ્યુ છે કે નામાંકન દાખલ કર્યા બાદ જે સમયે રાહુલ ગાંધી પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા તે સમયે રાહુલ ગાંધીના માથાના ભાગમાં લીલા રંગની લેઝરથી ટાર્ગેટ કરવામાં આવ્યુ. પાર્ટી નેતાઓએ શંકા વ્યક્ત કરી છે કે આ લાઈટ સ્નાઈપર રાઈફલની હતી. એવી શંકા છે કે રાહુલના જીવને અહીં જોખમ હતુ.

કાર્યવાહી કરવાની માંગ

કાર્યવાહી કરવાની માંગ

કોંગ્રેસે આ ઘટનાને યુપી પ્રશાસન તરફથી ખતરનાક ચૂક ગણાવી છે અને ગૃહ મંત્રાલયને આના પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. પત્રમાં કહેવામાં આવ્યુ છે તે તમામ રાજકીય મતભેદ છતાં રાહુલ ગાંધીની સુરક્ષા તમારી સરકાર અને મંત્રાલયની જવાબદારી છે.

બુધવારે કર્યુ હતુ નામાંકન

બુધવારે કર્યુ હતુ નામાંકન

રાહુલ ગાંધીએ બુધવારે અમેઠીમાં નામાંકન દાખલ કર્યુ હતુ. નામાંકન અને રોડ શો દરમિયાન રાહુલ ગાંધી સાથે તેમના પરિવારના લોકો પણ શામેલ રહ્યા હતા. રાહુલ ગાંધી 2004થી અમેઠીથી સતત ત્રણ વારથી સાંસદ છે. રાહુલ ગાંધીની સામે ભાજપે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને ઉતાર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X