For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VVPAT અંગે વિપક્ષી પાર્ટીઓની માંગને ચૂંટણી પંચે નકારી દીધી

લોકસભા ચૂંટણી દરમિયાન વિવિપેટ મશીનોના ઉપયોગ અંગે 22 વિપક્ષી પાર્ટીઓની માંગને ચૂંટણી પંચ ઘ્વારા નકારી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી દરમિયાન વિવિપેટ મશીનોના ઉપયોગ અંગે 22 વિપક્ષી પાર્ટીઓની માંગને ચૂંટણી પંચ ઘ્વારા નકારી દેવામાં આવી છે. ખરેખર 22 વિપક્ષીઓ પાર્ટીઓ ઘ્વારા મંગળવારે ચૂંટણી પંચની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતમાં વિપક્ષી દળ નેતાઓએ વિવિપેટ અંગે ચૂંટણી પંચને કહ્યું કે જો કોઈ મતદાન કેન્દ્રમાં વિવિપેટ સત્યતામાં ગરબડી જોવા મળે તો આયોગ તે વિધાનસભા ક્ષેત્રના બધા જ મતદાન કેન્દ્રોના વિવિપેટ પેપર સ્લિપનું 100 ટકા નિરીક્ષણ કરે. તેમને ચૂંટણી પંચને અનુરોધ કર્યો છે કે વિવિપેટ સત્યતા ચેક કરવા માટે વોટર સ્લીપની સરખામણી મતગણના શરૂઆતમાં કરવામાં આવે, છેલ્લા તબક્કાના કાઉન્ટિંગ પછી નહીં.

Election Commission

પરંતુ આ વિપક્ષી પાર્ટીઓને ચૂંટણી પંચ ઘ્વારા મોટો ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સંઘવી ઘ્વારા વિપક્ષી દળોની ચૂંટણી પંચ સાથેની બેઠક પછી મીડિયાને જણાવ્યું કે અમે આ મુદ્દાને છેલ્લા દોઢ વર્ષથી ઉઠાવી રહ્યા છે. અમે ચૂંટણી પંચને પૂછ્યું કે તેઓ તેના પર કોઈ પ્રતિક્રિયા કેમ નથી આપીં રહ્યા. તેમને આગળ કહ્યું કે આ અજીબ વાત છે કે ચૂંટણી પંચે અમારી વાત દોઢ કલાક સુધી સાંભળી અને આશ્વાસન આપ્યું કે કાલે સવારે ફરી તેઓ મળશે જેથી બંને પ્રમુખ મુદ્દાઓ પર વિચાર કરવામાં આવે.

વિપક્ષી દળોની ચૂંટણી પંચ સાથે મુલાકાત પહેલા દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં વિપક્ષી દળો સાથે સંયુક્ત બેઠક થઇ, જેમાં 22 વિપક્ષી પાર્ટીઓના નેતાઓ શામિલ હતા. આ મિટિંગમાં ઈવીએમ સાથે વિવિપેટ સરખામણી વિશે પણ ચર્ચા કરવામાં આવી. સૂત્રો અનુસાર આ મિટિંગમાં એક્ઝીટ પોલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: દેશના પ્રધાનમંત્રી કોણ બનશે, શુ એક્ઝીટ પોલ સાચા સાબિત થશે?

English summary
Election Commission rejects demands of opposition parties regarding VVPAT
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X