
લોકસભા ચૂંટણી પહેલા મેગા ઑનલાઈન પોલ, જાણો કોની બની શકે છે સરકાર
આગામી લોકસભા ચૂંટણી માટે બધા રાજકીય પક્ષો પોતપોતાના સમીકરણ સાધવામાં જોડાઈ ગયા છે અને પોત પોતાની જીતના દાવા કરતા જોવા મળી રહ્યા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એક વાર ફરીથી સત્તામાં કમબેકના દાવા કરી રહી છે તો રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ તેમને પડકારતી જોવા મળી રહી છે. વળી, મમતા બેનર્જી, અખિલેશ યાદવ, માયાવતીથી લઈને ઘણા વિપક્ષી દળો ભાજપને પડકારતા જોવા મળી રહ્યા છે. લોકસભા ચૂંટણી અંગે આ દાવાઓ વચ્ચે ઑનલાઈન સર્વે સામે આવ્યો છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બની શકે છે એનડીએ સરકાર - સર્વે
ટાઈમ્સ ઑફ ઈન્ડિયા દ્વારા કરાયેલા ઑનલાઈન પોલમાં નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી બનવા અંગે મોટુ સમર્થન મળતુ જોવા મળી રહ્યુ છે. સર્વે મુજબ લગભગ 83 ટકા રીડર્સનું માનવુ છે કે ચૂંટણી બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે. આ સર્વે મુજબ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પણ અન્ય નેતાઓના મુકાબલે વધુ છે અને લગભગ 84 ટકા યુઝર્સે જણાવ્યુ કે જો આજની તારીખમાં ચૂંટણી થાય તો નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે પહેલી પસંદ હશે.

લોકપ્રિયતા મામલે નરેન્દ્ર મોદી પહેલા સ્થાન પર, રાહુલ બીજા સ્થાન પર
લોકપ્રિયતા મામલે રાહુલ ગાંધી બીજા સ્થાન પર છે અને 8.33 ટકા યુઝર્સે તેમને પ્રધાનમંત્રી તરીકે પહેલી પસંદ ગણાવ્યા છે. ત્યારબાદ ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી (1.44 ટકા મત) અને બસપા સુપ્રીમો માયાવતી (0.43 ટકા મત) છે. વળી, લગભગ 5.9 ટકા યુઝર્સ આ ચારે ઉપરાંત કોઈ અન્ય નેતાને પ્રધાનમંત્રી તરીકે જોવા ઈચ્છે છે.

રાહુલ ગાંધીની લોકપ્રિયતા પર યુઝર્સનું મંતવ્ય
શું રાહુલ ગાંધી આજની તારીખમાં વર્ષ 2014ના મુકાબલે વધુ લોકપ્રિય છે તો 31 ટકા યુઝર્સે આના પર સંમતિ વ્યક્ત કરી જ્યારે 63 ટકા લોકો એવુ નથી માનતા. 83.03 ટકા લોકો માને છે કે એનડીએની સરકાર બનશે જ્યારે 9.25 ટકા યુઝર્સે માન્યુ કે યુપીએની સરકાર બનશે અને માત્ર 4.25 ટકા લોકોએ માન્યુ કે એનડીએની સરકાર બનશે પરંતુ નરેન્દ્ર મોદી દેશના પીએમ નહિ બને. વળી, 3.47 ટકા યુઝર્સે માન્યુ છે કે 2019ની લોકસભા ચૂંટણી બાદ એનડીએ વિના અને યુપીએના સમર્થનવાળી મહાગઠબંધનની સરકાર બનશે.

રાફેલ વિવાદ પર શું છે યુઝર્સનું મંતવ્ય?
શું રાફેલ વિવાદથી એનડીએને લોકસભા ચૂંટણીમાં નુકશાન થશે? 74.59 ટકા યુઝર્સે માન્યુ કે આનુ નુકશાન નહિ થાય જ્યારે 17.51 ટકા યુઝર્સ માને છે કે રાફેલ વિવાદથી એનડીએને નુકશાન થશે. વળી, 7.9 ટકા લોકોએ ‘કહી ન શકીએ' વિકલ્પ પસંદ કર્યો. મોદી સરકારના 5 વર્ષના કાર્યકાળને 59.51 ટકા લોકોએ ઘણો સારો માન્યો જ્યારે 22.29 ટકાએ વધુ સારો માન્યો, 8.25 ટકા લોકોએ મોદી સરકારના કાર્યકાળને સરેરાશ માન્યો અને 9.9 ટકા યુઝર્સે મોદી સરકારના કાર્યકાળને ખરાબ માન્યો. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા મુજબ લૉગ-ઈનની શરત રાખવામાં આવી હતી જેથી એક યુઝર એકથી વધુ વાર મત ન આપી શકે.
આ પણ વાંચોઃ પીએમ મોદી બે દિવસના પ્રવાસે દક્ષિણ કોરિયા રવાના, સિયોલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરાશે