For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પરિણામો બાદ માયાવતી કોંગ્રેસ સાથે કરશે ગઠબંધનઃ પી ચિદમ્બરમ

પૂર્વ ગૃહમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ લોકસભા ચૂંટણીની બરાબર પહેલા ઉત્તરપ્રદેશમાં ગઠબંધન વિશે મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ ગૃહમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ લોકસભા ચૂંટણીની બરાબર પહેલા ઉત્તરપ્રદેશમાં ગઠબંધન વિશે મોટુ નિવેદન આપ્યુ છે. ચિદમ્બરમે ચૂંટણી બાદ એ અંગે આશા વ્યક્ત કરી છે કે બસપા સુપ્રીમો કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે. ચિદમ્બરમે કહ્યુ કે ઉત્તર પ્રદેશમા સપા-બસપા ગઠબંધન ઘણુ મજબૂત છે અને કોંગ્રેસ પણ અહીં એ સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યાં તેની સ્થિતિ મજબૂત છે. ચૂંટણી બાદ લોકો ચોંકાવનારા પરિણામો જોશે.

ચૂંટણી પછી થશે ગઠબંધન

ચૂંટણી પછી થશે ગઠબંધન

ચિદમ્બરમે કહ્યુ કે દૂર્ભાગ્યથી માયાવતી ગઠબંધન માટે તૈયાર ન થયા. બે દિવસ પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભરોસો વ્યક્ત કર્યો કે ચૂંટણી બાદ ગઠબંધન જરૂર થશે. સંભવ છે કે ચૂંટણી બાદ માયાવતીને ચૂંટણી પરિણામો સમજમાં આવશે. પરિણામો જોયા બાદ તે ગઠબંધન માટે તૈયાર થઈ જશે. જોવાની વાત એ છે કે આ પહેલા પણ કોંગ્રેસ સાથે જ્યારે ગઠબંધનની વાત મીડિયા સામે આવી હતી તો માયાવતીએ કહ્યુ હતુ કે કોંગ્રેસ કોઈ પણ પ્રકારના ભ્રમ ન ફેલાવે, અમે કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારના ગઠબંધનમાં નથી.

પોતાની સ્થિતિને મજબૂત કરવાની ચૂંટણી

પોતાની સ્થિતિને મજબૂત કરવાની ચૂંટણી

યુપીમાં સપા પ્રમુખ અખિલેશ યાદવે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે તે પ્રદેશમાં ભાજપને હરાવવા માટે નહિ પરંતુ પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે ગઠબંધન કરવા ઈચ્છતા હતા. માત્ર યુપીમાં નહિ પરંતુ કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યા છે કે તે પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ ચિદમ્બરમે કહ્યુ કે આ ભ્રમ છે, ભાજપનું તમિલનાડુમાં અસ્તિત્વ નથી. હકીકત એ છે કે ભાજપે એઆઈએડીએમકેથી જબરદસ્તી પાંચ સીટો લીધી છે.

ભાજપ ફેલાવી રહી છે ભ્રમ

ભાજપ ફેલાવી રહી છે ભ્રમ

ચિદમ્બરમે આરોપ લગાવ્યો છે કે ભાજપ લોકો વચ્ચે જૂઠ ફેલાવી રહી છે. 2004થી 2014 વચ્ચે દેશ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નેતૃત્વમાં એકદમ સુરક્ષિત હાથોમાં હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ નહોતી. સીમાઓ સુરક્ષિત હતી, ઘૂસણખોરી ઓછી થી હતી. સુરક્ષાના જવાનો અને સામાન્ય નાગરિકોને આપણે બહુ ઓછા ગુમાવ્યા હતા. પરંતુ આંકડા જોઈએ તો હકીકત તમારી સામે હશે. નરેન્દ્ર મોદીની સરકારમાં ઘૂસણખોરી વધી છે, જવાન અને સામાન્ય નાગરિકોએ પહેલા કરતા વધુ સંખ્યામાં પોતાના જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચોઃ પીએમની રેસમાં રાહુલ નથી, મને ખબર છે કોણ પ્રધાનમંત્રી બનશેઃ શરદ પવારઆ પણ વાંચોઃ પીએમની રેસમાં રાહુલ નથી, મને ખબર છે કોણ પ્રધાનમંત્રી બનશેઃ શરદ પવાર

English summary
Lok Sabhe Elections 2019: P Chidambaram says there will be post poll alliance with Mayawati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X