મારો વિજય ધર્મની જીત અને અધર્મનો નાશ: પ્રજ્ઞા ઠાકુર
લોકસભા ચૂંટણી 2019 માટે આજે નિર્ણાયક દિવસે છે કોણ સરકાર બનાવશે તેનો નિર્ણય લગભગ થઇ ચુક્યો છે.
લોકસભા ચૂંટણી 2019 માટે આજે નિર્ણાયક દિવસે છે કોણ સરકાર બનાવશે તેનો નિર્ણય લગભગ થઇ ચુક્યો છે. દેશની 542 સંસદીયે સીટો પર વોટોની ગણતરી ચાલુ છે. રૂઝનોમાં ભાજપ અને તેમના ગઠબંધન સહયોગીઓને ભારે બહુમત મળતો દેખાઈ રહ્યો છે. આ દરમિયાન ઘણા એવા રહ્યો છે જેમાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે.
આ પણ વાંચો: દિલ્હીની તમામ 7 સીટ પર ભાજપ આગળ, 2014માં પણ જીતી હતી બધી સીટ

ભોપાલ લોકસભા સીટ
અહીં અમે ભોપાલ લોકસભા સીટ વિશે વાત કરી રહ્યા છે. શરૂઆતમાં આવી રહેલા રૂઝનો અનુસાર ભોપાલથી ભાજપા ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ખુબ જ આગળ ચાલી રહ્યા છે. પ્રજ્ઞા ઠાકુર અહીં કોંગ્રેસ દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહથી આગળ ચાલી રહી છે.
|
મારા વિજયમાં ધર્મની વિજય થશે
શરૂઆતીમાં રૂઝનોમાં ભાજપા ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહથી 30 હજાર મતોથી આગળ ચાલી રહી છે. આ વિશે ટિપ્પણી કરતા સાધ્વી પ્રજ્ઞા ઘ્વારા જણાવવામાં આવ્યું કે મારો વિજય ધર્મ ન વિજય હશે અને અધર્મનો નાશ હશે. હું ભોપાલની જનતાનો આભાર વ્યક્ત કરું છું.

સૌથી વધારે 30 ઉમેદવારો અહીંથી મેદાનમાં છે
આપને જણાવી દઈએ કે ભોપાલથી સૌથી વધારે 30 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. સાધ્વી પ્રજ્ઞા ઉમેદવારી નોંધાવતાની સાથે જ ઘણી વિવાદોમાં રહી છે. વિપક્ષ ઘ્વારા તેમને ભાગવા આતંકવાદનું રૂપ ગણાવ્યું છે. પ્રજ્ઞા ઠાકુરે ઘણા વિવાદિત નિવેદનો આપ્યા છે, જેને કારણે તેમની ઘણી આલોચના પણ થઇ રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે, હું સાધ્વી પ્રજ્ઞાને ક્યારેય માફ નહીં કરું
હાલમાં જ જયારે સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યો ત્યારે તેમની ઘણી આલોચના કરવામાં આવી. પીએમ મોદીએ પણ જાતે સાધ્વી પ્રજ્ઞાને ફટકાર લગાવી. વિવાદ વધવા પર સાધ્વી પ્રજ્ઞાએ માફી માંગી લીધી હતી પરંતુ પીએમ મોદીએ કહ્યું કે તેઓ દિલથી ક્યારેય પણ સાધ્વી પ્રજ્ઞાને માફ નહીં કરી શકે.












Click it and Unblock the Notifications
