For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્રકારો બહાર ઉભા રહ્યા, દરવાજા બંધ કરી મોદીએ યોજી પ્રેસ કોન્ફ્રેન્સઃ રાહુલ ગાંધી

પત્રકારો બહાર ઉભા રહ્યા, દરવાજા બંધ કરી મોદીએ યોજી પ્રેસ કોન્ફ્રેન્સઃ રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે લોકસભા ચૂંટણી માટે કેમ્પેઈન ખતમ કર્યા બાદ કહ્યું કે તેઓ હજુ પરિણામ પર કોઈ દાવો નહિ કરે. 23મી મેના રોજ જનતા નક્કી કરશે. શુક્રવારે જ પીએમ મોદી અને અમિત શાહે પણ પ્રેસ કોન્ફ્રેન્સ કરી. મોદી અને શાહની પ્રેસ વાર્તા પર રાહુલ ગાંધીએ કહ્યુ્ં કે પીએમ મોદી ચૂંટણી પૂરી થયાના બે દિવસ પહેલા પ્રેસ સાથે વાત કરવા આવ્યા છે, શાહને સાથે લાવ્યા છે. આતો અભૂતપૂર્વ છે અને તેમાં પણ તેઓ દરવાજા બંધ કરી પત્રકારોને અંદર નથી આવવા દેતા.

rahul gandhi

રાહુલ ગાંધીએ પણ પ્રેસ કોન્ફ્રેન્સ યોજીને કહ્યું કે, ચાલુ ચૂંટણીમાં ચૂંટણી પંચની ભૂમિકા પણ સાફ નથી રહી. ભાજપને ફાયદો થાય તેવી રીતે ચૂંટણી કરાવવામાં આવી. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજી પાસે અસીમિત ધનબળ, માર્કેટિંગ, ટીવી પ્રચાર છે, અમારી પાસે માત્ર સચ્ચાઈ હતી. અમે મજબૂતી સાથે વિપક્ષની ભૂમિકા નિભાવી, મોદીના ભ્રષ્ટાચારની પોલ ખોલી અને જનતાના મુદ્દા ઉઠાવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે જનતા 23 મેના રોજ નિર્ણય લેશે અને તેમનો જે પણ નિર્ણય હસે, તેના આધારે જ અમે કામ કરશું. અમે જનતાના નિર્ણયનો આદર કરીએ છીએ.

જણાવી દઈએ કે પોતાના સરકારના 5 વર્ષ પૂર્ણ થવામાં નજીવો જ સમય બાકી છે ત્યારે પીએમ મોદીએ પહેલીવાર પ્રેસ કોન્ફ્રેન્સ યોજી. જો કે આ પ્રેસ કોન્ફ્રેન્સમાં અમિત શાહ પણ હાજર રહ્યા હતા. પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન પીએમ મોદીએ એકપણ પ્રશ્ન નહોતો લીધો.

આ પણ વાંચો- 5 વર્ષમાં પીએમ મોદીની પહેલી પ્રેસ કોન્ફ્રન્સ, અમિત શાહ પણ હાજર

English summary
lok sabha elections 2019 Rahul Gandhi Press Conference after his last rally
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X