For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડધી લોકસભા ચૂંટણી થઈ ચૂકી છે અને પીએમ મોદી ચૂંટણી હારી રહ્યા છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન બાદ એ સ્પષ્ટ થઈ ગયુ છે કે પીએમ મોદી હારી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે સવારે પ્રેસ કૉન્ફરન્સ કરી. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલા પણ આ દરમિયાન હાજર હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન બાદ એ સ્પષ્ટ થઈ ગયુ છે કે પીએમ મોદી હારી રહ્યા છે. તેમણે કહ્યુ કે અમારો આંતરિક સર્વે કહે છે કે ભાજપ ચૂંટણી હારી રહી છે. તેમણે કહ્યુ કે 5 વર્ષોમાં પીએમ મોદીએ દેશને બરબાદ કરી દીધો.

આ પણ વાંચોઃ દિલ્લીમાં ચાલતી બાઈક પર રોમાંસ, ટેંક પર બેસી યુવતીએ કરી KISS, જુઓ Videoઆ પણ વાંચોઃ દિલ્લીમાં ચાલતી બાઈક પર રોમાંસ, ટેંક પર બેસી યુવતીએ કરી KISS, જુઓ Video

લોકસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ સાથેઃ રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ સાથેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ એક વાર ફરીથી પીએમ મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે લોકસભા ચૂંટણીમાં જનતા કોંગ્રેસ સાથે છે અને પીએમ મોદી ચૂંટણી હારી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે ખેડૂત, ભ્રષ્ટાચાર, રોજગાર, સંસ્થાઓ પર અતિક્રમણ મુખ્ય મુદ્દા છે, એટલા માટે ભાજપ ચૂંટણી હારી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે પીએમ મોદીએ રોજગારનું વચન આપ્યુ હતુ પરંતુ તેનુ શું થયુ? રાહુલ ગાંધીએ આતંકી મસૂદ અઝહર મામલે પણ ભાજપ પર હુમલો કર્યો.

ભાજપે આતંકવાદ સાથે સમજૂતી કરીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યુ કે મસૂદ અઝહર કેવી રીતે પાકિસ્તાન પહોંચ્યો, કોંગ્રેસે તો નહોતો મોકલ્યો. તેમણે હુમલા કરતા કહ્યુ કે ભાજપે આતંકવાદ સાથે સમજૂતી કરી. સુપ્રીમ કોર્ટમાં માફીના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યુ કે તેમાં ખોટુ શું છે. રાહુલ ગાંધીએ કહ્યુ, ‘મે સુપ્રીમ કોર્ટ વિશે જે પણ કહ્યુ હતુ તેના માટે મે માફી માંગી, ભાજપની માફી નથી માંગી.' રાહુલ ગાંધીએ કહ્યુ કે આ ચૂંટણીમાં અમે ભાજપને હરાવવા જઈ રહ્યા છે, ચૂંટણીમાં ભાજપ સામે લહેર છે.

સેના પીએમ મોદીની ખાનગી સંપત્તિ નથી

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે સેના પીએમ મોદીની ખાનગી સંપત્તિ નથી, સેના ભારતની છે. સર્જીકલ સ્ટ્રાઈકનો વીડિયો ગેમ કહેવુ કોંગ્રેસનું અપમાન નથી, ભારતીય સેનાનું અપમાન છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી શું કરશે, એનો ઉલ્લેખ ઘોષણાપત્રમાં કર્યો છે. અમે ખેડૂતો માટે અલગ બજેટ લાવીશુ અને યુવાનોને રોજગાર આપવાનું કામ કરીશુ. રાહુલે કહ્યુ કે ન્યાય યોજના આખા દેશમાં પહોંચશે અને આનાથી દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થશે. ખરાબ અર્થવ્યવસ્થાની વાત પીએમ મોદી નથી માની રહ્યા. રોજગાર અને ભ્રષ્ટાચારના મામલે પીએમ મોદીને રાહુલ ગાંધીએ ચર્ચાનો પડકાર આપ્યો. તેમણે કહ્યુ કે રાફેલ ડીલમાં પીએમ મોદીએ ચોરી કરી અને આખો દેશ કહી રહ્યો છે કે ચોકીદાર ચોર છે.

English summary
lok sabha elections 2019 rahul gandhi says pm modi is losing polls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X