આમ આદમી પાર્ટીને મોટો ઝાટકો, વધુ એક વિધાયક ભાજપમાં શામિલ
લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને એક મોટો ઝાટકો લાગ્યો છે. પાર્ટીના વધુ એક વિધાયક સોમવારે ભાજપમાં જોડાયા છે.
લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને એક મોટો ઝાટકો લાગ્યો છે. પાર્ટીના વધુ એક વિધાયક સોમવારે ભાજપમાં જોડાયા છે. બીજવાસનથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીતનાર દેવેન્દ્ર સહરાવત ભાજપમાં શામિલ થઇ ગયા છે.

દેવેન્દ્ર સહરાવતને થોડા મહિના પહેલા જ આમ આદમી પાર્ટીએ પ્રાથમિક સદસ્યથી હટાવી દીધા હતા. પાર્ટીએ દેવેન્દ્ર સહરાવત પર પાર્ટી વિરોધી ગતિવિધીઓમાં શામિલ હોવાનો આરોપ લગાવ્યો હતો.
Delhi: Rebel AAP MLA Devinder Kumar Sehrawat joins Bharatiya Janata Party (BJP) in presence of Union Minister Vijay Goel. pic.twitter.com/DD5P3rVYLJ
— ANI (@ANI) May 6, 2019
આપને જણાવી દઈએ કે દેવેન્દ્ર સહરાવત પહેલા આમ આદમી પાર્ટીના વધુ એક વિધાયક અનિલ વાજપેયી પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમને આમ આદમી પાર્ટીની ટિકિટ પર દિલ્હીની ગાંધીનગર સીટથી વિધાનસભા ચૂંટણી જીતી હતી.
આ પણ વાંચો: હિમાચલમાં કોંગ્રેસને મોટો ઝાટકો, 61 કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા












Click it and Unblock the Notifications
